જૂનાગઢમાં દીનદહાડે રૂપિયા 1.40 લાખ રોકડની લૂંટ
- ફાઈનાન્સમાંથી દાગીના છોડાવ્યા બાદ 6 શખ્સે લૂંટ ચલાવી: 4ને ઝડપી લેવાયા
જૂનાગઢમાં ફાઇનાન્સમાંથી દાગીના છોડાવ્યા બાદ બીલખા રોડ પર 2 કર્મચારીને માર મારી, માથું દિવાલ સાથે અથડાવી ધાડ પાડીને 6 શખ્સ રૂૂપિયા 1.40 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જૂનાગઢના સોહિલ નાજીરભાઈ નારેજાના સોનાના દાગીના જૂનાગઢમાં એમજી રોડ પર વી આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલ આઈઆઈ એફએલ ફાઇનાન્સમાં ગીરો પડ્યા હોય જે દાગીના ત્યાંથી છોડાવીને રાજકોટમાં સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતા ધ્રુવીનભાઈ હરેશભાઈ ચાવડાની મીના ગોલ્ડ બાયર નામની પેઢીએ વેચાણથી ખરીદ કરવાનું નક્કી કર્યું હતું. જે અન્વયે આઈઆઈએફએલ ફાઇનાન્સમાં તોફિક હામીદભાઈ રફાઈની લોન ખાતામાં સોનાનો હાર, સોહીલ નારેજાની લોન ખાતામાં સોનાના પાટલા, અબ્બાસ ભીખુભાઈ બ્લોચની લોન ખાતામાં સોનાનો ચેન, બુટી પર 6,57,765 લાખની લોન લીધી હોય જે તમામ રકમ ફાઇનાન્સમાં ભરી સોહીલ નારેજા પાસેથી ધ્રુવીન ચાવડાએ વેચાણથી ખરીદ કરી લીધા હતા. સોનાના દાગીના અને અન્ય રોકડ રકમ લૂંટી લેવાના ઇરાદે સોહીલ નારેજા અને અબ્બાસ બ્લોચે તેને તેના મોટા બાપાના ઘરે મૂકી જવાનું કહેતા ધ્રુવીનભાઈ સહિત 3 કર્મચારી કારમાં મૂકવા જતા હતા ત્યારે શહેરમાં બીલખા રોડ પરથી સોડાની રેકડી વાળી ગલીમાં લઈ જઈ ત્યાં પાછળથી તોફીક હામીદ રફાઇ અને લાંબા વાળવાળો અનવર તેમજ બીજા બે અજાણ્યા શખ્સે બાઈક પર આવી માર મારી અને ઝપાઝપી કરી ધાડ પાડી ધ્રુવીનભાઈ પાસેથી રૂૂપિયા 1.15 લાખની રોકડ સાથેનું બેગ અને અને તેમની સાથેના કર્મચારી પ્રફુલભાઈનું માથું દિવાલ સાથે અથડાવી તેની પાસેથી રૂૂપિયા 25, હજાર સાથેની બેગ મળી કુલ રૂૂપિયા 1.40 લાખની રોકડ રકમની લુટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ ધ્રુવીન ચાવડાએ કરતા મોડી સાંજે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગણતરીનાં કલાકોમાં 4 આરોપીને હાથ વેતમાં કરી દીધા હતા.મીના ગોલ્ડ બાયર નામની પેઢીની રાજકોટ બ્રાન્ચના કર્મચારીઓ પર ધાડ પાડી રૂૂપિયા 1.40 લાખની લૂંટના બનાવની જાણ થતાં સી ડિવિઝનના પીએસઆઈ આર. વી. આહીર તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં સોહિલ નાજીરભાઇ નારેજા, અબ્બાસ ભીખુભાઇ બ્લોચ, તૌફીક હામીદભાઇ રફાઇ અને અનવરની અટક કરી લેવામાં આવી હતી. અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે બાદની દાળ સૂત્રોના ચક્રો ગતિમાન કર્યા હતા.