રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માળિયા (મી)ના સરવડ ગામે લૂંટારું ત્રાટકયા વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરી દાગીનાની લૂંટ

06:14 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

માળીયા મીંયાણા તાલુકાના સરવડ ગામે સરદાર નગર વિસ્તારમાં આજે વહેલી સવારે વદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર શખ્સોએ સોનાની બુટી, સાકળા અને રોકડ સહિતની લૂંટ ચલાવી દંપતીને માર મારી ઇજાઓ પહોંચાડતા ચકચાર જાગી છે. લૂંટ ચલાવનાર તસ્કરોએ સરવડ ગામમાં અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવી તાળા તોડયાનું પણ જાણવા મળે છે.

Advertisement

માળીયા તાલુકાના સરવડ સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણીના પત્ની જશુબેન આજે વહેલી સવારે સાડા ત્રણથી પોણા ચારેક વાગ્યાના અરસામાં લઘુશંકા કરવા જતા ઘરના ફળિયામા મોકાની રાહમાં રહેલા ચાર લૂંટારૂઓ સીધા જ ઘરમાં ઘુસી ગયા હતા અને દંપતી કઈ સમજે વિચારે તે પહેલા જ ચારેય લૂંટારુઓએ જશુબેન અને મગનભાઈ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી જશુબેનના કાનમાંથી બુટી લૂંટી લઈ ઘરમાં પડેલા ચાંદીના પાંચ જોડી સાકળા અને રોકડા રૂપિયા 5000ની લૂંટ ચલાવી પલાયન થતા પહેલા મગનભાઈના બાઇકની ચાવી અને મોબાઈલ પણ પડાવી લીધા હતા. બીજી તરફ સરવડ ગામમા તરખાટ મચાવનાર લૂંટારું ટોળકીએ અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવતા હાલમાં મગનભાઇ સુરાણીએ માળીયા પોલીસ મથકમાં લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે. પોલીસે લૂંટારૂઓનો ઝડપી લેવા નાકાબંધી કરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement