For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યના 1012 સ્ટેટ, નેશનલ હાઇવે સહિતના રસ્તા બંધ

12:23 PM Aug 29, 2024 IST | Bhumika
રાજ્યના 1012 સ્ટેટ  નેશનલ હાઇવે સહિતના રસ્તા બંધ
Advertisement

66 સ્ટેટ, 7 નેશનલ હાઇવે, 939 ગ્રામ્યના રસ્તાઓ અનેક પુલ, કોઝવે પાણીમાં ગરકાવ

ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસતા અનરાધાર ભારેથી અત્યંત ભારે વરસાદથી રાજ્યના રસ્તાઓની બદતર હાલતમાં હજી કોઈ ફેર પડયો નથી, ઉલટાનું વધુ રસ્તાઓ બંધ થયા છે. બુધવારે સાંજના 6 વાગ્યાની સ્થિતિએ રાજ્યના 66 સ્ટેટ હાઈવે, 774 પંચાયતના 5 નેશનલ હાઈવે, 2 નેશનલ હાઈવે ઓથોરિટીના તેમજ 92 અન્ય માર્ગો મળીને કુલ 939 રસ્તાઓ બંધ હાલતમાં છે. મંગળવારે સાંજે રાજ્યના 806 રસ્તાઓ બંધ હતા.

Advertisement

નેશનલ હાઈવે ઑથોરિટીના 2 રસ્તા પૈકી રાજકોટનો એક અને જામનગરનો એક હાઈવે અત્યંત ભારે વરસાદથી ઠેર ઠેર તૂટી જતાં અને પાણી ટોપિંગ થતાં બુધવારથી બંધ કરવો પડયો હતો. આ ઉપરાંત મંગળવારે જે છોટાઉદેપુર- જામનગર- દ્વારકાના 3 નેશનલ હાઈવે બંધ હતા, તેમાં બુધવારે પોરબંદરના 2 નેશનલ હાઈવે ઉમેરાયા છે.

સૂત્રો કહે છે કે, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અત્યંત ભારે વરસાદ થવાથી ત્યાંના તૂટેલા બ્રિજ કે રસ્તા અંગે પાણી ઓસર્યા બાદ જ સ્થિતિનો ખ્યાલ આવશે. બુધવાર સાંજની સ્થિતિએ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ખેડા અને આણંદ જિલ્લાના રસ્તાઓ સૌથી વધુ માઠી અસર હેઠળ બંધ હાલતમાં છે, સુરેન્દ્રનગર જિલ્લામાં 181,ખેડામાં 75, રાજકોટમાં 76, જામનગરમાં 53 અને આણંદમાં 64 રસ્તાઓ બંધ કરાયા છે.

ભરાયેલાં પાણી અને સતત વરસાદને કારણે રસ્તા તાત્કાલિક સુધારી શકાતા નથી, મંગળવારની મોડી રાતની સ્થિતિએ 920 રસ્તાઓ બંધ હતા, તેમાં બુધવારે વધુ 29 રસ્તાઓ ઉમેરાયા છે.

જિલ્લા વાઇઝ બંધ રસ્તાની વિગત

અમદાવાદ - 47
ખેડા - 75
આણંદ - 64
કચ્છ - 44
વડોદરા - 45
દાહોદ - 20
રાજકોટ - 76
મોરબી - 47
જામનગર- 53
દ્વારકા - 37
સુરેન્દ્રનગર - 81
જૂનાગઢ - 73
પોરબંદર - 93
અમરેલી - 04

Advertisement
Tags :
Advertisement
Advertisement