મેયરના લોકદરબારમાં રસ્તા અને સફાઇની સૌથી વધુ ફરિયાદો ઉઠી
અનિયમિત ટીપર વાહન, મચ્છરોનો ત્રાસ, સ્પીડ બ્રેકર અને સમયસર સફાઇ થતી ન હોવાનું લોકોએ જણાવ્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું તા.22/07/2024 થી તા.13/08/2024 દરમ્યાન વોર્ડવાઈઝ સવારે 09:00 થી 11:00 કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.
જે અંતર્ગત આજ તા.09/08/2024, શુક્રવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.16માંવોર્ડ ઓફિસ, વોર્ડ નં.16-અ, મેહુલનગર-6, નિલકંઠ સિનેમાની પાછળ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.16ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-88 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે. વોર્ડ નં.16માં યોજાયેલ મેયર તમારા દ્વારે… લોક દરબારમાં વોર્ડ નં.16ના નાગરિકો દ્વારા અશાંત ધારા લાગુ પડ્યા બાદ વેંચાણ થવા બાબત, સોરાઠીયાવાડી બગીચાને ડેવલપમેન્ટ કરવા બાબત, મેહુલનગર વિસ્તારમાં અનિયમિત ટીપરવાન આવવા બાબત અને ગંદકીનો કાયમી નિકાલ કરવા બાબત, રેશનકાર્ડ બાબત, મેહુલનગર-1માં ઓનલાઈન કરેલી ફરિયાદ બાબત, મેહુલનગર- 1માં પરવાનગી વગર આઈસ્ક્રીમ પાર્લર બંધ કરવા બાબત, સ્પીડ બ્રેકર બનાવવા બાબત, માધવ હોલની સામેની ફૂટપાથ ઉપર દબાણ દૂર કરવા બાબત, કોઠારીયા મેઈન રોડ પરના વિસ્તારમાં પાણી ધીમા ફોર્સથી આવે છે, નહેરુનગર-8માં ગંદકીને કારણે મચ્છરનો ત્રાસ છે, નંદા હોલ પાસેના વોકળામાં નિયમિત સફાઈ કરવા બાબત, વિવેકાનંદ સોસાયટીમાં અનિયમિત પાણી આવે છે, નીલકંઠ સિનેમા પાસે ન્યુસન્સ પોઇન્ટમાં નિયમિત સફાઈ કરવા બાબત, હુડકો શાક માર્કેટ ખાતે સઘન સફાઈ કરવા બાબત, આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટેની કિટની વ્યવસ્થા કરવું બાબત, નીલકંઠ પાર્કમાં નિયમિત સફાઈ અને નિયમિત ટીપરવાન આવવા બાબત વિગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.
આગામી તા.12/08/2024, સોમવારના રોજ સવારે 09:00થી 11:00 દરમ્યાન વોર્ડ નં.17માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.17-એ, ગોપાલ વાડીની બાજુમાં, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.
ફરિયાદોની યાદી
- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ - 20
- રોશની - 2
- વોટર વર્કસ - 11
- બાંધકામ - 23
- ટી.પી. - 6
- આરોગ્ય - 1
- દબાણ હટાવ - 8
- ગાર્ડન - 2
- આવાસ - 2
- ડંકી વિભાગ - 1
- કલેકટર - 2
- પર્યાવરણ વિભાગ - 2
- વ્યવસાય વેરા - 1
- ઈ.ડી.પી. - 1
- ડ્રેનેજ - 6
કુલ- 88 ફરિયાદ