For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ કલેકટર અને RTOને રોડ સેફટી એવોર્ડ

04:14 PM Mar 05, 2024 IST | admin
રાજકોટ કલેકટર અને rtoને રોડ સેફટી એવોર્ડ

Advertisement

  • રાજ્યમાં રોડ અકસ્માત અટકાવવામાં રાજકોટ પ્રથમ : અકસ્માતના કારણો શોધી હોટ સ્પોટ પર તકેદારી વધારી

રાજ્યના રાજમાર્ગો પર જીવલેણ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને પરિવહન મંત્રાલય દ્વારા અકસ્માતો અટકાવવા માટે રાજ્યના તમામ કલેકટરો અને આરટીઓને ખાસ સુચના આપી પગલાં લેવા આદેશ આપ્યો હતો જેમાં રાજકોટ જિલ્લા કલેકટર અને આરટીઓ દ્વારા અકસ્માતના કારણો શોધી તેને અટકાવવામાં અસરકારક પગલાં લીધા હતાં. જેના પગલે કલેકટર પ્રભવ જોષી અને આરટીઓ અધિકારી કેતન ખપેડને પરિવહન મંત્રાલય દ્વારા રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

રાજ્યના ધોરી માર્ગ અને નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના રોજિંદી બની ગઈ છે જેમાં ખાસ કરીને જીવલેણ અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. કેન્સરથી જેટલા મૃત્યુ નથી થતાં તેનાથી બમણા મૃત્યુ રોડ એકસીડેન્ટમાં થતાં હોવાના અહેવાલો સામે આવ્યા બાદ પરિવહન મંત્રાલય દ્વારા રોડ અકસ્માત અટકાવવા રાજ્યના દરેક કલેકટરો અનેં આરટીઓ અધિકારીને ખાસ સુચના આપી હતી.

Advertisement

રાજકોટ જિલ્લા કલકેટર પ્રભવ જોષી અને આરટીઓ કેતન ખપેડ દ્વારા રોડ અકસ્માતના કારણો શોધી તેના પર કડક કાર્યવાહી કરી હતી. જેમાં પેસેન્જર વાહનમાં ઓવરલોડ પેસેન્જર ભરવા નહીં, માલ વાહક વાહનમાં પેસેન્જરોની થતી હેરાફેરી અટકાવવી, ઓવર સ્પીડ પર કંટ્રોલ કરવામાં આવ્યો. આ ઉપરાંત હાઈ-વેપ ર હોટલો અને પેટ્રોલ પંપના માલિકો દ્વારા ગેરકાયદેસર હાઈ-વે પર ડીવાઈડર ઉભા કર્યા હોય આવા ડીવાઈડરો બંધ કરાવ્યાં.
આ ઉપરાંત હાઈ-વે પર દોડતાં વાહનોમાં રિફલેકટર વગરના વાહનો પર ખાસ ઝુંબેશ કરવામાં આવી તેમજ હેલ્મેટ તેમજ સીટબેલ્ટના નિયમનું કડક પાલન કરાવ્યું હતું. જેના કારણે રાજકોટ જિલ્લામાં રોડ અકસ્માતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.રોડ અકસ્માતો અટકાવવામાં અસરકારક પગલાં લેનાર રાજકોટ કલેકટર પ્રભવ જોષી અને આરટીઓ અધિકારી કેતન ખપેડને રાજ્ય સરકાર પરિવહન મંત્રાલય દ્વારા રોડ સેફટી એવોર્ડ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ કલેકટર અને આરટીઓ અધિકારીને આ એવોર્ડ મળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement