બામણબોર જીઆઇડીસીના કેમિકલથી નદીઓ ઝેરી બની
બામણગોર જીઆઇડીસી માં આવેલા કેમિકલના કારખાના આવેલા છે તથા આ જીઆઇડીસીમાં કેમિકલ ઝોન પણ નથી છતા આ જીઆઇડીસીમાં અનેક કેમિકલ કારખાનાઓ આવેલા છે જેમાંથી અવારનવાર કેમિકલ મુક્ત પાણી ગટરમાં છોડવામાં આવે છે જે પાણી બન્યો નદીમાં ભળીને વસોદરા ગામ થઈને મશુ નંદી એકમાં ભળી જાય છે આ કેમિકલ બાબતે અગાઉ અનેક વખત જીપીસીબી માં તથા કલેક્ટર કચેરી માં રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો આ પ્રશ્નનો નિકાલ થયેલ નથી. આ પદૂષણ પાણીના લીધે પીવાના તથા સિચાઈમા પાણીના તળ ખરાબ થઈ ગયેલ છે તેથી તેનો ઉપયોગ થવાથી ખેતીમાં ઘઉં કે મકાઈ પણ સડી ગયા છે. ખેતીમાં પણ બિલકુલ ઉત્પાદન થતું નથી તથા માલ ઢોર અને માણસોને આરોગ્યમાં પણ ગંભીર અસર થાય છે અને કેન્સર જેવા ભયાનક રોગનું પ્રમાણ વધી ગયેલ છે આથી આ બાબતે ઉપલા અધિકારી ઓને રજૂઆત કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી આગળની કાર્યવાહી તમામ ગામના આગેવાનો માલધારી સમાજ ખેડૂત સમાજ વગેરે રજૂઆત કરી હતી.
ગ્રામ પંચાયત બામણબોર ગામના સરપંચ અને તલાટીને સહી કરીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી અને જો આ કેમિકલના પ્રદૂષણ અને ગંદુ પાણી લાલ પાણી અને કાળુ પાણી અને સફેદ પાણી ગંદુ દુર્ગન મારતું હોય ત્યારે પશુઓના મોત થયેલ છે અને સમસ્ત બામણબોર ગામ દ્વારા કેન્સર જેવા રોગો આ પાણી પીવાથી થાય છે તો તાત્કાલિક ધોરણે સમસ્ત બામણબોર ગામ અને માલધારી સમાજ દ્વારા આક્રોશ ઠાલવ્યો હતો. બામણબોરની બાજુમાં આવેલા હિરાસર ના આરકે ઇન્ડસ્ટ્રી પ્રદૂષણ પાણી કેમિકલ વાળું પાણી બામણબોર ની બનયો નદીમાં ભળે છે પ્રદૂષણ નિયામક બોર્ડ નિયમ મુજબ તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારી દ્વારા સર્વે કરીને આકરા પગલાં લેવામાં આવે એવી બામણબોર ગ્રામ પંચાયત તથા ગ્રામજનો માલધારી સમાજની માંગણી તેમજ આ બાબતે અનેકવાર રજૂઆત કરેલ છે આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે એવી સમક્ષ બામણબોર ગામની રજૂઆત છે.