For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિવરફન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ: એક વર્ષમાં 205 લોકોએ લગાવી મોતની છલાંગ

05:58 PM Feb 07, 2024 IST | Bhumika
રિવરફન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ  એક વર્ષમાં 205 લોકોએ લગાવી મોતની છલાંગ

148 પુરુષ, 31 મહિલા અને બે બાળકો સહિત 181ના મોત, દર 3 દિવસે 1 વ્યક્તિ સાબરમતીમાં મૂકે છે પડતું

Advertisement

અમદાવાદનું આકર્ષણ વધારતું સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બન્યું હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષ 2023માં 181 લોકોએ નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો.જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ 2023માં 205 લોકોએ ઝપલાવ્યું જેમાંથી 181ના મોત અને 24 લોકોને બચાવાયા છે. વર્ષ 2022 કરતા 2023માં મોતનો આંકડો વધ્યો છે.અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ જાણે સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેમ આપઘાતની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની શોભા વધારતા રિવરફ્રન્ટનો ઉપયોગ કેટલાક લોકો સ્યુસાઇડ માટે કરતા હોય તેમ આ આંકડા પરથી જણાય છે. પહેલા બ્રિજ પરથી સ્યુસાઇડ કરતા હતા, પણ બ્રિજ પર જાળી મુકતા હવે વોક વેનો ઉપયોગ આપઘાત માટે થઈ રહ્યો છે.

Advertisement

2023ના વર્ષેમાં 205 લોકોએ મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી 148 પુરુષ, 31 મહિલા અને 2 બાળકો સહિત 181 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 12 પુરુષ, 11 મહિલા અને 1 બાળકનો જીવ બચાવ્યો છે. આ આંકડાઓ પરથી કઈ શકાય કે, દર 3 દિવસે 1 વ્યક્તિ રિવરફ્રન્ટથી નદીમાં પડતું મૂકીને જિંદગીનો અંત લાવે છે.

આપઘાતના કારણો
મહત્વનું છે કે, માનસિક તણાવ, પ્રેમ સંબંધ, ઘરેથી ઠપકો મળવો, નોકરીથી હતાશ જેવા અનેક કારણો ને લીધે લોકો સ્યુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે. રિવરફ્રન્ટના સ્યુસાઇડ કરેલા વ્યક્તિના બચાવ માટે ફાયરની 1 ટિમ અને 1 બોટ છે. પોલીસ અને ફાયર બ્રિગેડની રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમ સતત પેટ્રોલીંગ કરે છે. જેના કારણે અનેક લોકોને ફાયરની રેસ્ક્યુ ટીમ જીવ બચાવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં આપઘાતના આંકડા જે રીતે વધી રહ્યા છે તેને જોતા હવે રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઇન્ટ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement