ઝિપલાઇન-સી પ્લેન-હેલિકોપ્ટર રાઇડ બાદ રિવર ક્રૂઝ બંધ થવાના આરે
સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટતા બે માસથી રિવર કૂઝ સેવા ખોરવાઈ, 3.5 કરોડનું નુકસાન, 3 માસનું ભાડું માફ કરવા માગણી
રાજ્યના સૌથી મોટા અને સ્માર્ટ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલાં સહેલાણીઓ આવે તેના માટે અવનવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. વર્ષ 2023માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ કોર્પોરેશનએ સૌપ્રથમ વખથ રિવર ક્રૂઝ શરૂૂ કરવામાં આવી હતી. જોકે, મોટા ઉપાડે શરૂૂ કરેલી આ રિવર ક્રૂઝ પણ હવે સી પ્લેનની જેમ બંધ કરવી પડે તેવી સ્થિતિમાં છે. આ સાથે ઝિપલાઈન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ સહિત આ ચોથો પ્રોજેક્ટ બંધ થવાના આરે છે.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીમાં ચાલતી અક્ષર રિવર ક્રૂઝ છેલ્લા બે મહિનાથી ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હોય છે. રિવર ક્રૂઝ ચલાવનાર અક્ષર ગ્રુપને 3થી 3.5 કરોડ રૂૂપિયાનું આર્થિક નુકસાન ગયું છે. જેથી હવે આ પ્રોજેક્ટ પણ મરણીયા પ્રયાસો કરીને ચલાવવામાં આવી રહ્યો છે.
અક્ષર ટ્રાવેલ્સના સુહાગ મોદીએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મેકિંગ ઇન્ડિયા અંતર્ગત રિવર ક્રૂઝ શરૂૂ કરવામાં આવી છે. જે રિવર ક્રૂઝ અમે ચલાવવાના જ છીએ. સાબરમતી નદીમાં પાણી ન હોવાના કારણે ટેકનિકલ કારણોસર બંધ હોવાથી આશરે 3થી 3.5 કરોડ રૂૂપિયાનું નુકસાન પણ ભોગવ્યું છે. અક્ષર રિવર ક્રૂઝ ચલાવવા માટે થઈને સરકારનો સહકાર જરૂૂરી છે. પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે તેનું સારું એવું પ્રમોશન કરવામાં આવે ચોમાસા દરમિયાન જ્યારે નદીનું લેવલ ઘટાડવામાં આવે છે તો ત્યારે બંધ કરવું પડે છે. ચોમાસામાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ નદીમાંથી પાણી છોડી દેવાય છે જેના કારણે ક્રૂઝ બંધ રાખવુ પડે છે. રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે અત્યાર સુધી રિવર ક્રૂઝ પાછળ સાડા ત્રણ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ત્રણ મહિના જ્યારે રિવર ક્રૂઝ બંધ રહેશે, ત્યારે તેનું ભાડું માફ કરવામાં આવે અને રિવર ક્રૂઝ ચલાવવા માટે થઈને તેનું સારી રીતે પ્રમોશન પણ કરવામાં આવે. કારણ કે, દેશ અને દુનિયામાંથી સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે રિવર ક્રૂઝની મજા માણી શકે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટ ઉપર સહેલાણીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવ્યા હતા છેલ્લા 10 વર્ષમાં એટલે કે વર્ષ 2015થી 2025 સુધીની વાત કરીએ તો ઝિપલાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવા પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવ્યા હતા. જેને બંધ કરી દેવા પડ્યા છે. રિવરફ્રન્ટ પર એનઆઈડી પાછળ ઝિપલાઇન શરૂૂ કરાઈ હતી. જોકે જે તે સમયે સી પ્લેનનો પ્રોજેક્ટ આવવાનો હોવાના કારણે ઝિપલાઇન બંધ કરીમાં આવી હતી અને તેના તમામ સામાન્ય પણ કાઢી લેવામાં આવ્યો હતો. વર્ષ 2020માં સી પ્લેન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો.
ભાડું અને ખર્ચ માથાના દુખાવા સમાન
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર રિવલ ક્રૂઝ શરૂૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વાર્ષિક ભાડું 65 લાખ રૂૂપિયા અક્ષર ગ્રુપ દ્વારા ચૂકવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આજ ભાડું અને ખર્ચ અક્ષર રિવર ક્રૂઝ માટે માથાનો દુ:ખાવો સમાન બની ગયું હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. સાબરમતી નદીમાં ગમે ત્યારે પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવે છે. જેના કારણે થઈને ક્રૂઝ ચાલી શકતી નથી. આ ઉપરાંત નદીમાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી માટીના કાંપમાં ખૂબ જ વધારો થયો છે, જેથી નદીમાં કાંપ જ વધારે અને પાણી ઓછું રહે છે. ક્યારેક જેના કારણે ક્રૂઝને પણ નુકસાન થાય તેવી સ્થિતિ છે. આ તમામ બાબતોને લઈને હવે અક્ષર રિવર ક્રૂઝને કરોડો રૂૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેને ભોગવવું પડી રહ્યું છે.