રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

987 મિલકતોના ડિમોલિશન મુદ્દે જંગલેશ્ર્વરમાં ભડકો, ટોળાં ઊમટ્યા

04:03 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન મુદ્દે હિયરિંગ શરૂ, અસરગ્રસ્તોએ લાઈનો લગાવી, કબજેદાર હોવાના લાઈટબિલ, વેરાબીલ સહિતના આધાર પુરાવાઓ રજૂ કર્યા

ગઈકાલે બે ધાર્મિક સ્થળો તોડી પડાયા બાદ જંગલેશ્ર્વર વિસ્તારની મુદત પૂર્ણ થતાં ગમે ત્યારે બુલડોઝર ત્રાટકશે તેવા ભયથી ઈસ્ટઝોન કચેરીએ રજૂઆતની ધણધણાટી

મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર તેમજ સરકારી પ્લોટો ઉપર થયેલા ધાર્મિક સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે થોડા સમય પહેલા 987 દબાણ કરતાઓને નોટીસ આપેલ ત્યાર બાદ અગમ્ય કારણોસર કામગીરી અટકી ગઈ હતી. પરંતુ હવે ગઈકાલે વોર્ડ નં. 3 માં બે ધાર્મિક સ્થળો તોડી પાડતા અને જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં આપાયેલ નોટીસની મુદત પણ પુર્ણ થતાં ગમે ત્યારેબુલડોઝર ત્રાંટકશે તેવો ભય ઉભો થતાં જંગલેશ્ર્વર વિસ્તારના સેંકડો લોકોએ આજે મનપાની ઈસ્ટઝોન કચેરી ખાતે પોતે આ સ્થળ ઉપર વર્ષોથી રહેતા હોવાના લાઈટબીલ-વેરાબીલ સહિતના પુરાવાઓ રજૂ કરી ડિમોલેશન ન કરવાની વિનંતી કરી હતી આથી અધિકારીઓએ સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન મુજબ હિયરીંગ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ભગવતીપરા, પોપટપરા અને જંગલેશ્ર્વરના નદી કાંઠાના તેમજ મુખ્યમાર્ગો પર થયેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિર સ્થળોના દબાણો દૂર કરવા માટે એક સાથે 987 દબાણ કરતાઓને નોટીસ પાઠવતા ખળભળાટ મચી ગયેલ પરંતુ સુપ્રીમ કોર્ટની સુચના અનવયે મુખ્યમાર્ગો પર આવતા કોઈ પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની હોવાથી આ મુદ્દે થોડો સમય ઉહાપોહ રહ્યા બાદ મનપાએ ફરી વખત ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નં. 3 માં એક દરગાહ અને મંદિરમાં થયેલા બાંધકામો તોડી પાડ્યા હતાં. તેની સામે જંગલેશ્ર્વર, પોપટપરા, ભગવતીપરાના નદીકાંઠાના વિસ્તારો તેમજ શહેરના મુખ્યમાર્ગો પર થયેલા ધાર્મિક અને અન્ય દબાણોને આપવામાં આવેલ નોટીસની મુદત પણ પૂર્ણ થઈ ગયેલ હોય ગઈકાલના ડિમોલેશનના કારણે ડરી ગયેલા અનેક દબાણ કરતાઓ આજે એકઠા થયા હતાં. જેમાં મુખ્યત્વે જંગલેશ્ર્વર વિસ્તારમાં સૌથી વધુ નોટીસો અપાયેલ હોય આ વિસ્તારની મહિલાઓ તેમજ પુરુષોએ આજે ઈસ્ટઝોન કચેરી ખાતે ધસી જઈ ડિમોલેશન ન કરવામાં આવે તે માટે અધિકારીઓને રજૂઆત કરી હતી.

મહાનગરપાલિકાએ 987 ગેરકાયદેસર બાંધકામોની નોટીસ આપ્યા બાદ અગમ્ય કારણોસર આજ સુધી કામગીરી અટકેલી હતી પરંતુ હવે કોર્પોરેશનના તમામ વિભાગની કાર્યવાહી રેગ્યુલર થતાં ટીપી વિભાગે પણ આળશ ખંખેરી પેન્ડીંગ કામો પુરા કરવા કાર્યવાહી શરૂ કરી છે.

મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ
મહાનગરપાલિકાના અલગ અલગ હેતુ માટે મુકવામાં આવેલા પ્લોટ ઉપર વર્ષોથી દબાણો થઈ ગયા છે. તેમજ છેલ્લા બે વર્ષ દરમિયાન મંજુર થયેલ ટીપી સ્કીમોમાં મહાનગરપાલિકાને મળેલા સાર્વજનિક પ્લોટ ઉપર પણ દબાણો હોવાનું જાણવા મળેલ છે. આથી ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મનપાના અનામત પ્લોટની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અને દબાણ હોય તેવા પ્લોટની યાદી અલગથી તારવી ટુક સમયમાં તમામને નોટીસ આપવામાં આવશે ત્યાર બાદ એક સાથે શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન હાથ ધરાશે તેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

Tags :
Demolitiongujaratgujarat newsproperties demolitionrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement