For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકમેળામાં રાઈડ્સ SOP મુજબ ચાલશે, રાઘવજીના હસ્તે ઉદ્ઘાટન

03:50 PM Aug 22, 2024 IST | Bhumika
લોકમેળામાં રાઈડ્સ sop મુજબ ચાલશે  રાઘવજીના હસ્તે ઉદ્ઘાટન
Advertisement

કમિટી દ્વારા નિરીક્ષણ કર્યા બાદ જ પ્રમાણપત્ર અપાશે, ભીડ કાબૂમાં રાખવા રાત્રે 11.30 પછી એન્ટ્રી બંધ, SDRF અને NDRFની ટીમો માગતાં કલેક્ટર, 125 કર્મચારીઓને સોપાઈ ડ્યૂટી

રાજકોટમાં આગામી શનિવારથી શરૂ થનાર પાંચ દિવસના જન્માષ્ટમીના લોકમેળાનો માહોલ હજુ સુધી બંધાતો નથી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળામાં ઉભી કરવામાં આવી રહેલ રાઈડઝના મુદ્દે હજુ પણ ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રાઈડસના ધંધાર્થીઓએ ફાઉન્ડેશન ભર્યા વગર અમુક રાઈટસ ઉભી કરી દીધાની ફરિયાદો બાદ જિલ્લા કલેકટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે એસઓપી મુંજબ જ રાઈટસ ઉભી કરવી ફરજિયાત છે. આજે ટેકનીકલ કમીટી દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. જો કોઈ નિયમ વિરૂધ્ધ જણાશે તો તેવી રાઈડસને મંજુરી આપવામાં આવશે નહીં.

Advertisement

બીજી તરફ લોકમેળામાં અવ્યવસ્થા ન ફેલાય તે માટે અત્યારથી જ કલેકટર તંત્ર દ્વારા અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટરના કહેવા મુજબ ભીડ ઓછી થાય તે માટે રાત્રે 11.30 વાગ્યા બાદ લોકમેળામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ઈમરજન્સી જરૂરીયાત માટે એસબીઆરએફ અને એનડીઆરએફની એક એક ટીમ માંગવામાં આવી છે. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીની ટુકડીઓ માંગવામાં આવી છે. લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. પરંતુ અંતે રાજકોટનાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ શનિવારે સાંજે 4.30 કલાકે લોકમેળાનું ઉદઘાટન કરશે તેવું ફાઈનલ થયું છે. લોકમેળામાં પાંચ દિવસ કામગીરી માટે કલેકટર તંત્રનાં 124 કર્મચારીઓને ડયુટી ફાળવવામાં આવી છે.

લોકમેળામાં કુલ 140 જેટલા રમકડાંના અને ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 16 ઉપરાંત નાની ચકરડીના 15 તથા મોટી રાઈડસના 31 પ્લોટ સહિત કુલ 235 સ્ટોલ અને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. સાથોસાથ લોકમેળામાં ઈમરજન્સી જરૂરીયાત માટે પાંચ એમ્બ્યુલન્સ તથા પાંચ ફાયર ફાઈટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર છે. લોકમેળાનો રૂપિયા 10 કરોડનો વિમો પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

ઈશ્ર્વરિયા પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, બોટિંગ બંધ
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી માધાપર પાસે આવેલ ઈશ્ર્વરીયા પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન સહેલાણીઓની ભીડને ધ્યાને લઈ ઈશ્ર્વરીયા પાર્ક ખાતે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જો કે ગેમઝોન અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી બોટીંગ સુવિધા હજુ ચાલુ કરવામાં આવી નથી અને જન્માષ્ટમીના તહેવારોમાં પણ આ સુવિધા બંધ રહેશે.

લોકમેળો વિના વિઘ્ને પાર પડે તે માટે યજ્ઞ કરાવતા ડેપ્યુટી કલેક્ટર
ડે.કલેક્ટરની ઓફિસમાં કરાયો યજ્ઞ : કર્મચારીઓ જોડાયા
રાજકોટમાં યોજાનાર લોકમેળામાં કોઈ વિઘ્ન ન આવે તેવી શ્રધ્ધા વ્યકત કરવા ડેપ્યુટી કલેકટર દ્વારા તેઓની ઓફિસમાં ભુદેવો દ્વારા યજ્ઞ કરાવાયો હતો. શનિવારથી પાંચ દિવસ યોજાનાર ધરોહર લોકમેળા રાઈડઝ સંબંધી નાના મોટા અવરોધો બહાર આવ્યા બાદ મેળાના સચાંલકો મુંજાઈ ગયા છે. જો કે હવે ધામધુમથી મેળો ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી શ્રધ્ધા અને ભાવનાને ધર્મ પરાપણતામાં બદલવા લોકમેળાનું સંચાલન કરતા પ્રાંત-1ના ડેપ્યુટી કલેકટર ડો.ચાંદનીબેન પરમારે પોતાની ઓફિસમાં યજ્ઞ યોજ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ આસ્થાભેર જોડાયા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement