મોરબી રોડ પર રિક્ષાચાલક પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત
03:44 PM May 16, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરમા હાર્ટ એટેકનાં બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે ત્યારે આજે વધુ પ્રૌઢનો ભોગ લેવાયો છે. મોરબી રોડ પર રહેતા રિક્ષા ચાલક પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવારમા શોકની લાગણી છવાઇ જવા પામી છે.
Advertisement
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે રામનાથ પાર્કમા રહેતા રમણીકભાઇ જીવરાજભાઇ પાટડીયા (ઉ.વ. પ8) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. પ્રાથમિક તપાસમા મૃતક રમણીકભાઇ ચાર ભાઇ એક બહેનમા નાના અને રીક્ષા ચલાવતા હતા. તેમને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. હાર્ટ એટેક આવી જતા મોત થયાનુ પરીવારજનોએ જણાવ્યુ હતુ . આ બનાવથી પરીવારજનોમા શોકની લાગણી છવાઇ જવા પામી છે .
Next Article
Advertisement