મોરબીમાં રિક્ષાગેંગ સક્રિય: મુસાફરને રિક્ષામાં બેસાડી રૂા.20 હજાર સેરવી લીધા
મોરબી શહેરમાં રીક્ષામાં મુસાફરને બેસાડી ખીસ્સામાંથી રૂૂપિયા સેરવી લેવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત મોરબી પરાબજાર પોસ્ટ ઓફિસ પાસેથી મુસાફરને રીક્ષામાં બેસાડી ઉલ્ટીનુ બહાનું કરી નઝર ચૂકવી બે શખ્સોએ મુસાફરના ખીસ્સામાંથી રૂૂ. 20,000 રોકડા સેરવી લીધા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમાં વસંત પાર્ક સરા ચોકડી પાસે રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ (ઉ.વ.79) એ આરોપી એક સી.એન.જી.રીક્ષા ચાલક તથા તેની સાથેનો એક અજાણ્યો પુરુષ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રોડ ઉપર ઉભા હોય તે દરમ્યાન અજાણ્યા સી.એન.જી રીક્ષા ચાલક તથા તેમા બેઠેલ અજાણ્યા ઈસમએ ફરીયાદીને રીક્ષામા બેસાડી ઉલ્ટીનુ બહાનુ કરી ફરીયાદીની નઝર ચુકવી ફરીયાદીના લેંઘાના ખીસ્સામાથી રોકડ રૂૂ.20,000/-ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.