અમિત શાહના કાર્યક્રમ માટે મહેસુલી અધિકારીઓને જવાબદારી
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આગામી સોમવાર, 22મી સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડેરી સહિત કુલ સાત જેટલી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપશે. આ ઉપરાંત, તેઓ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.
કલેક્ટર વિભાગના સૂત્રો અનુસાર, અમિત શાહ સોમવારે બપોરે 2:20 કલાકે હિરાસર એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી તેઓ સીધા બાય રોડ જ ડિસ્ટ્રિક્ટ બેંકની મુલાકાત તેમજ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ, તેઓ રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. તેઓ સાંજે 4:30 કલાકે ફરી હિરાસર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
અમિત શાહના પ્રવાસને લઈને તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. કલેક્ટર દ્વારા એરપોર્ટ અને તેમના રોડ રૂૂટ પર બે એડિશનલ કલેકટર કક્ષાના અધિકારીઓ,તેમજ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સહિતની સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી છે.