ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યાર્ડમાં સવાત્રણ લાખ મણ જણસીની આવક

05:54 PM Apr 22, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ માર્કેટ યાર્ડમાં રવિ સિઝન જામી છે અને દૈનિક લાખો જણસીની આવક થઈ રહી છે. આજે ચણાની રેકોડબ્રેક આવક થઈ હતી. ગઈકાલથી સરકારે ટેકાના ભાવે ખરીદી પણ શરૂ કરી છે. આજે યાર્ડમાં સાડાત્રણ લાખથી વધુ જણસી ઠલવાઈ હતી. જ્યારે 1200થી વધારે વાહનોની લાંબી લાઈન લાગી હતી.

યાર્ડમાં આજે 1250થી વધુ વાહનોની લાંબી લાઈન લાગી હતી. તમામ વાહનોને ટોકન આપી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ વાહનના પાર્કિંગની યાર્ડના મંદિર પાસે વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે યાર્ડમાં ચણાની ઐતિહાસિક 2,62,500 મણની આવક થઈ હતી. ધાણાની 29000 મણ, મગફળીની 18000 મણ અને જીરૂની 7200 મણની આવક થઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ગઈકાલથી ખરીદી શરૂ કરી હતી. યાર્ડમાં પણ વ્યવસ્થા હોવાથી આજે પોણા ત્રણ લાખ ચણા ઠલવાયા હતા. ઉપરાંત મસાલાની પણ સિઝન ચાલી રહી છે. જેથી ધાણા અને જીરૂની આવક પણ સતત થઈ રહી છે. યાર્ડમાં જણસીની મબલખ આવક થતાં યાર્ડના ચેરમેન સહિતના સતાધીશો પણ સવારથી યાર્ડમાં હાજર રહી ઉતરાઈ સહિતની વ્યવસ્થા કરાવી રહ્યા છે.

યાર્ડમાં જણસીઓની મબલખ આવક થતાં યાર્ડના પટાંગણમાં ઉતરાઈની વ્યવસ્થા કરતા યાર્ડના પંટાગણમાં જણસીઓના ઢગલા થયા છે. અને યાર્ડ ગોલ્ડન થયું છે. આ વર્ષે યાર્ડની આવકમાં પણ આવકમાં વધારો થયો છે. યોગ્ય ભાવ મળતા ખેડુતો રાજકોટ યાર્ડ તરફ વળ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot market yardrajkot news
Advertisement
Next Article
Advertisement