મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત
અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો
શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા નિવૃત શિક્ષક તેના મિત્રને દસ્તાવેજ કરાવવાનો હોવાથી સાક્ષી તરીકે સહી કરવા બાઇક લઇ સબર રજીસ્ટ્રાર કચેરીએ જઇ રહ્યા હતાં ત્યારે હેમુ ગઢવી હોલ પાસે પહોંચતા બાઇક સ્લીપ જઇ જતા તેમને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પંરતુ એક અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને તેમનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ આલાપ ગ્રીન સીટીમાં રહેતાં અરવિંદભાઇ શીવાભાઇ મણવર (ઉ.વ.63) ગત 26મીએ સવારે દસેક વાગ્યે ઘરેથી મોટરસાઇકલ હંકારી ડો. યાજ્ઞિક રોડ પર સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે મિત્રની ઓફિસના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા માટે જઇ રહ્યા હતાં ત્યારે એસ્ટ્રોનના નાલા પાસે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ મારફત બનાવની જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્સ. લાભુભાઇ જતાપરાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અરવિંદભાઇ મણવર અગાઉ ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. હાલમાં તેઓ નિવૃત હતા. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી છે. આ બનાવથી મણવર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.