For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરતભંગ બદલ નિવૃત્ત નાયબ મામલતદારનું ફાર્મ હાઉસ જપ્ત

04:28 PM Jul 23, 2024 IST | admin
શરતભંગ બદલ નિવૃત્ત નાયબ મામલતદારનું ફાર્મ હાઉસ જપ્ત
Advertisement

ફળ,ઝાડ માટે કાલાવડ રોડ પર કરોડોની કિંમતી જમીન ભાડા પટ્ટે આપી હતી : ભાડા કરારની મુદત પૂર્ણ થયા બાદ રિન્યુની અરજી ફગાવી દઈ જપ્તીની કાર્યવાહી કરાઈ

રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીનો પર મોટાપાયે થયેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ શરતભંગના કેસમાં પણ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આકરુ વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ ટીઆરપી અગ્નિકાંડ બાદ શરતભંગ થયાનું બહાર આવતા જમીનના માલીકોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને રાજકોટ શહેર જિલ્લામાં ફળ-ફૂલ ઝાડ માટે ભાડાપેટે આપેલી જમીનોમાં શરતભંગ થયું છે કે કેમ તે અંગેની માહિતીઓ મંગાવવામાં આવી હતી. જેમાં નિવૃત મામલતદારને કાલાવડ રોડ ઉપર 15 વર્ષના ભાડાપેટે આપેલી સરકારી જમીનમાં ફાર્મહાઉસ ખડકી દેવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવતા અને મુદત પણ પૂર્ણ થઈ ગઈ હોય રિન્યુની અરજી ફગાવી દઈ કરોડોની કિંમતના ફાર્મહાઉસને પોલીસની મદદથી સીલ મારી દઈ જપ્ત કરવામા આવ્યું છે.

Advertisement

રાજકોટ શહેર જિલ્લામાં સરકારી જમીનમાં જે હેતુ માટે આપવામાઁ આવેલ હોય તેના બદલે બીજા જ હેતુ માટે ઉપયોગ થતો હોવાનું કલેક્ટર પ્રભવજોશીના ધ્યાન પર આવતા આવા કેસમાં શરતભંગ હેઠળ કાર્યવાહી કરવા અને દરેક મામલતદારો પાસે આવા કેસની માહિતી મંગાવાવમાં આવી હતી. જેમાં કાલાવડ રોડ ઉપર વિરડા વાજડી સર્વે નં. 120 પૈકીની કરોડોની કિંમતની 3 એકર જમીન 1990માં પૂર્વ કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર એમ.ડી. માંજરિયાને 15 વર્ષના ભાડા પેટે ફળ-ફૂલ, ઝાડ માટે આપી હતી.

ઉપરોક્ત સરકારી જમીનમાં નિવૃત મામલતદારે શરતભંગ કરી ફાર્મહાઉસ બનાવી નાખ્યું હતું અને બાદમાં સરકારી જમીનમાં રેસ્ટોરન્ટ બનાવવા મંજુરી માંગી શરતભંગ કરી હતી. જે અંગે સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 2001માં ફળ-ઝાડ માટે 2 એકર અને 35 ગુંઠા જમીનનો કબ્જો નિવૃત મામલતદારને 15 વર્ષ માટે ભાડાપેટે આપવા આદેશ કર્યો હતો. જેના આધારે સરકારી જમીન ફળ, ફૂલ, ઝાડ માટે આપવામાં આવી હતી.

ત્યાર બાદ 2017માં ભાડાકરારની મુદત પુર્ણ થતી હોય નિવૃત મામલતદારે રિન્યુ અરજી કરી હતી. જે અરજી કલેક્ટરે ફગાવી દીધી હતી. જેની સામે અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ અપીલ પણ નામંજુર થઈ હતી. ત્યાર બાદ પણ નિવૃત મામલતદાર જમીનનો કબ્જો છોડતા ન હોય જે કલેક્ટરને ધ્યાન પર આવતા તાલુકા મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે કાલાવડ રોડ ઉપર આવેલ નિવૃત મામલતદારના કબ્જામાં રહેલ ફાર્મહાઉસ જપ્ત કરી સીલ મારી દીધા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement