For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાસ્કર-પરેશ અપહરણકાંડના આરોપીઓને ઓળખી બતાવતા રિટાયર્ડ IPS સુભાષ ત્રિવેદી

05:12 PM Aug 13, 2024 IST | Bhumika
ભાસ્કર પરેશ અપહરણકાંડના આરોપીઓને ઓળખી બતાવતા રિટાયર્ડ ips સુભાષ ત્રિવેદી
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમા ચકચાર મચાવનાર ભાસ્કર પરેશ અપહરણકાંડના કેસની સુનાવણીમાં દરમિયાન ફરિયાદી સહિત 14 સાહેદો હોસ્ટાઈલ થયા બાદ તે સમયે વાલીયા નજીક નામચીન રાજસી મેરનું એન્કાઉન્ટર કહી અપહત પરેશને મુક્ત કરાવ્યાની ઘટનામાં હાજર રહેલા નિવૃત આઇપીએસ સુભાષ ત્રિવેદી આજે રાજકોટ કોર્ટમાં હાજર રહ્યા હતા. પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીની સર તપાસ લેવામાં આવતા તેઓએ ફોટામાં આરોપીને ઓળખી બતાવ્યા હતા. ફરિયાદી સહિત 14 સાહેદો હોસ્ટાઈલ થયા બાદ નિવૃત આઇપીએસ સુભાષ ત્રિવેદીએ આરોપીઓની તસ્વીર ઓળખી બતાવતા ભાષ્કર-પરેશ અપહરણ કેસ મજબૂત થયો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં 24 વર્ષ પહેલા શહેરના ધમધમતા એવા યાજ્ઞિક રોડ પરથી મધ્યરાત્રીએ વેપારી બે યુવક ભાસ્કર અને પરેશની કરોડોનીખંડણી વસૂલવાના ઇરાદે અપહરણ કરવાની ઘટના થી ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમારસિંહાની કુનેહથી અપહરણ બાદ પરેશને ભરૂૂચ જિલ્લાના વાલીયા ગામની સીમમા છુપાવ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે તત્કાલીન પોલીસ ઓફિસર સુભાષ ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા વાલીયા ગામેથી અપહત પરેશને અપહરણકારોના સકંજામાંથી છોડાવ્યો હતો તે સમયે પોલીસ સાથે થયેલી અથડામણમાં નામચીન રાજસી મેરનું અને અન્ય ગેંગસ્ટરને સરધાર નજીક એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તપાસનીશ ટીમ દ્વારા બંને અપહત યુવકોને મુક્ત કરાવ્યા હતા અને આ ઘટનામાં પોલીસે 47 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચારસીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં 11 શખ્સના મૃત્યુ થયા હતા, બે શખ્સોનું એન્કાઉન્ટર કર્યું હતું.

Advertisement

જ્યારે ત્રણને ભાગેલું જાહેર કર્યા હતા. બાદ અદાલત દ્વારા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં ફરિયાદી સહિત બંને આરોપીને ઓળખી ન શક્યા હતા બાદ ક્રમશ સહેદો અને તપાસનીશની સરકારી વકીલ દ્વારા સર તપાસ જુબાની લેવામાં આવી રહી છે. જેમાં આજે ઉઘડતી કોર્ટે 11 વાગ્યે તપાસનીશ ભાસ્કર પરેશ અપરણના તત્કાલીન તપાસનીશ સુભાષ ત્રિવેદી જજ સમક્ષ રજુ થતા ત્રણ આરોપીઓની ઓળખ અને એન્કાઉન્ટર તેમજ પરેશને છોડાવવા અંગે કરેલી કાર્યવાહી સંદર્ભે તેઓની સર તપાસ અને ઉલટ તપાસ માટે કોર્ટમાં જુવાની માટે બોલાવાયા હતા. સુભાષ ત્રિવેદી ડીજીપી વોરા ને મળ્યા બાદ કેસની કાર્યવાહી ચાલુ થતા કોર્ટમાં ચુબાની આપી હતી ભાસ્કર પરેશ અપહરણ કેસમાં અગાઉ શાહેદો તેમ જ ભાસ્કર અપરણ પણ જુબાની દરમિયાન હોસ્ટાલ થયા હતા. જયારે ઉચ્ચ પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીની સર તપાસ દરમિયાન આરોપીના ફોટા દેખાડતા તેઓ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ફરિયાદી સહિત 14 સાહેદો હોસ્ટાઈલ થયા બાદ નિવૃત આઇપીએસ સુભાષ ત્રિવેદીએ આરોપીઓની તસ્વીર ઓળખી બતાવતા ભાષ્કર-પરેશ અપહરણ કેસ ફરી મજબૂત થયો છે.

પ્રમાણિક અને હોનેસ્ટ ઓફિસરોમાં જેમની ગણના થાય છે તેવા સુભાષ ત્રિવેદી અનેક ચકચારી કેસોમાં પોતાની કુનેહ થી ભેદ ઉકેલ્યા છે. મોરબી ઝુલતા પુલની દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી અગ્નિ કાંડની ઘટના અંગે નિમાયેલી શીટ માં વડા તરીકે સુભાષ ત્રિવેદી ની સરકાર દ્વારા વરની કરી અને તેઓએ કોઈપણ જાતના પક્ષપાત રાખ્યા વગર તપાસ કરી હતી. તેમજ તાજેતરમાં તા.31 જુલાઈના રોજ તેઓ વય મર્યાદા ને કારણે નિવૃત્ત થયા છે.
આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા, આરોપીઓના બચાવ પક્ષે એડવોકેટ તરીકે લલિતસિંહ શાહી, સી.એમ. દક્ષિણી, પીયુશ શાહ, કમલેશ શાહ, કિરીટ નકુમ,હેમાંશુ પારેખ, રોહિત ધીયા અને સુરેશ ફળદુ વગેરે રોકાયા હતા

Advertisement
Tags :
Advertisement
Advertisement