ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેક્ટના ચેરમેનપદે નિવૃત્ત IAS ગૌતમ
અમદાવાદના ગાંધી આશ્રમ મેમોરિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન તરીકે રાજ્ય સરકારે ડો. આઇ.પી. ગૌતમ(નિવૃત સનદી અધિકારી) ની નિમણૂક કરી છે.
ડો. ગૌતમની નિમણૂક અગાઉ આ પદ ગુજરાત કેડરના પૂર્વ સનદી અધિકારી કે. કૈલાસનાથન સંભાળતા હતા. 2024ના વર્ષમાં કે. કૈલાસનાથનની પુડ્ડચેરીના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક થતા હવે ડો. આઇ.પી. ગૌતમની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય અને અધ્યક્ષ તરીકે ઉપરાંત મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં પણ નિમણૂક કરાઇ છે.
સરકાર દ્વારા 30 એપ્રિલે નવી નિમણૂકનો ઠરાવ જારી કરાયો હતો. ગુજરાત સરકારે ગાંધી આશ્રમ મેમોરિયલ અને પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કાઉન્સિલની રચના કરી હતી.
પ્રોજેક્ટની ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી કે સેક્રેટરીની પણ સભ્ય તરીકે નિમણૂક કરાઇ છે.