For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના સદસ્યતા અભિયાન માટે યજ્ઞેશ દવે સહિત 9 નેતાને જવાબદારી

04:24 PM Aug 22, 2024 IST | Bhumika
ભાજપના સદસ્યતા અભિયાન માટે યજ્ઞેશ દવે સહિત 9 નેતાને જવાબદારી
Advertisement

ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂૂ થશે. સદસ્યતા અભિયાન માટે ભાજપના 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂૂ થશે, સદસ્યતા અભિયાન માટે ભાજપ 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ સંયોજક તરીકે કે.સી.પટેલની નિમણુક કરાઈ છે. જ્યારે પ્રદેશ સહ સંયોજક તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટ, કુલદીપસિંહ સોલંકી, વાઘજી ચૌહાણ, જયરામ ગામીતને જવાબદારી સોંપાઈ છે. તેમજ પ્રદેશ સહાયક તરીકે યજ્ઞેશ દવે, નિખિલ પટેલ અને મનન દાણીને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. આ કાર્યશાળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાનમાં કેવા કેવા સદસ્યોને સામેલ કરવા તેના અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

આગામી તા.1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભાજપ પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન શરૂૂ કરવામાં આવશે. જેને લઇને ગાંધીનગર ટાઉનહોલ ખાતે ખાસ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ જિલ્લા, સહેર અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભાજપની બેઠક બાદ ગાંધીનગરમાં સદસ્યતા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 સપ્ટેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સદસ્ય બનાવીને સદસ્યતા અભિયાનની શરૂૂઆત કરવામાં આવશે. ગુજરાતથી ઓછામાં ઓછા 2 કરોડ નાગરિકોને ભાજપ પક્ષની સદસ્યતા ગ્રહણ કરાવીશું.ત્યારબાદ નવા સદસ્યતાના કાર્યક્રમ કરીને ભાજપની કામગીરી વિશે જણાવવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement