અગ્નિકાંડ બાદ મનપાના 7મા અધિકારીનું રાજીનામું
સિટી ઇજનેર વાય.કે.ગોસ્વામીએ નોકરી છોડી, હજુ ત્રણ અધિકારી ચાર્જ છોડવાની શક્યતા
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકામાં સોપો પડી ગયો છે. એક પણ અધિકારી વધારાની જવાબદારી સ્વિકારવા તૈયાર નથી. તેવી જ રીતે જે વિભાગની પોસ્ટ ઉપર તૈનાત છે તેવા અધિકારીઓ પણ હવે અગ્નિકાંડ બાદ ફફડી રહ્યા હોય તેમ નોકરી છોડવાની ફીરાકમાં પડી ગયા છે. અગાઉ છ અધિકારીઓએ રાજીનામા આપયા બાદ ગઇકાલે વધુ એક અધિકારીએ રાજીનામું ધરી દીધાની વિગત પ્રાપ્ત થઇ છે અને સાથો સાથ ત્રણ અધિકારીઓ રાજીનામું આપવા માટે લાઇનમાં ઉભા હોવાનું પણ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકામાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અધિકારીઓના મનમાં ડર પેસી ગયો હોય તેમ વગર વાંકે દંડાઇ જશુ તો તેવી બીકના કારણે નોકરી છોડવાનો નિર્ણય લઇ રહ્યા છે. ગઇકાલે સીટી ઇજનરે વાય.કે.ગોસ્વામીએ રાજીનામું આપ્યાનું જાણવા મળેલ છે. થોડા દિવસ પહેલા સીટી ઇજનેર અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યા બાદ વધુ એક અધિકારીએ રાજીનામું આપતા હવે જોના કેટલાક અધિકારીઓ વધ્યા છે.
તેવી ચર્ચાઇ જોર પકડ્યું છે. મહાનગરપાલિકામાં અગાઉ છ અધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે અને મંજુર પણ થઇ ગયા છે. જેમાં સીટી ઇજનેર અલ્પનાબેન મિત્રા, એ.એમ.સી. વાસંતીબેન પટેલ, એ.એમ.સી. જસ્મીન રાઠોડ, આરોગ્ય અધિકારી ડો.ચૂનારા, ડે.ઇજનેર રામાવત, ડે.ઇજનેર આર.જી.પટેલ અને સિટી ઇજનેર વાય.કે.ગોસ્વામીએ આજે રાજીનામું આપતા અગ્નિકાંડ બાદ સાત અનુભવી અને કાર્યરદશ અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે. જેના કારણે હાલ મનપાના મોટાભાગના વિભાગો ઇન્ચાર્જ અધિકારીથી ચાલવવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે આગામી દિવસોમાં વધુ ત્રણ અધિકારીઓ રાજીનામા આપવાના છે. તેવી ચર્ચા જાગતા થોડા સમયમાં મહાનગરપાલિકા અનુભવી અધિકારી વિહણું થઇ જશે. તેવું લાગી રહ્યું છે.