સામાકાંઠા વિસ્તારની પાંચ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા રહીશોની માંગણી
રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારની પાંચ સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરવા વધુ એક વખત રાજકોટ-68ના ધારાસભ્ય ઉદય કાનગડની આગેવાની હેઠળ આ વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટર સમક્ષ લેખીત રજુઆત કરી હતી.
રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ,જમના પાર્ક,બાલાજી પાર્ક સહિત પાંચ સોસાયટીઓ પ્રમુખો તેમજ 68 વિધાનસભાના ધારાસભ્ય ઉદય કાનગડ અને ભાજપના મહામંત્રી અશ્વિન મોલીયાની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સામા કાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓને નિયમિત કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય ક્વેરીના કારણે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અધિકારીઓના સંકલન ના અભાવના કારણે છેલ્લા કેટલાય સમયે રહીશોદ્વારા રજૂઆતો કરવામાં આવ્યું હોવા છતાં પણ હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.
કલેક્ટરને અપાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે,હરસિદ્ધિ,જમના પાર્ક,બાલાજી પાર્ક સહિત પાંચ સોસાયટીઓ સૂચિત છે. સરકાર દ્વારા હાલમાં સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી ચાલી રહી છે,35 થી 40 વર્ષથી પોતાના કુટુંબ સાથે અહીં વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં, તેમની સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.