ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરેલા સંશોધનથી કેરીના ઉદ્યોગને આર્થિક બળ મળશે

02:56 PM Jul 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાતના જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં ગિર કેસર કેરીનો દરવર્ષે લાખો ટન ઉત્પાદન થાય છે. વિશ્વવિખ્યાત ગીરના જંગલના આ લાડકવાયા ફળ માટે કૃષિ પેદાશ રૂૂપે એનું અર્થતંત્ર હજારો ખેડૂતોના જીવન સાથે જોડાયલું છે. છતાંય, કેરીના ખેડૂતો હજુ પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વેચાણ સાથે સંકળાયેલી સમસ્યાઓમાં.

આજના યુવાનોમાં ખેતી અને સંશોધન માટેની લાગણીને સમર્પિત એક નામ છે અજિત વાછાણી, જે હાલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસરત છે. તેમના દ્વારા કરવામાં આવેલ સંશોધન અત્યારે સમગ્ર રાજ્ય અને દેશના કૃષિ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું સંશોધન MARKETING CONSTRAINTS AMONG MANGO GROWERS: A CASE STUDY OF JUNAGADH AND GIR-SOMNATH DISTRICTS, GUJARAT, INDIAનું રાષ્ટ્રીય સ્તરે પ્લાન્ટ આર્કાઇવ્સ પત્રિકા (ટજ્ઞહ. 25, જીાાહયળયક્ષિં 2, 2025) માં પ્રસ્તુત થયું છે.તેમણે જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના કુલ 100 ખેડૂતો પાસેથી માહિતી મેળવી, વૈજ્ઞાનિક પદ્ધતિથી Factor Analysis વડે તેનો વિશ્ર્લેષણ કર્યો હતો. કેરીના ખેડૂતો માટે શું ખુલાસા થયા? 1. અપૂરતી ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ સુવિધાઓ, 2. સ્થાનિક બજારની સીમિતતા અને ખશમમહયળયક્ષ પર નિર્ભરતા, 3. ઉચ્ચ વ્યાજદરમાં વણીની તંગી અને નાણાંકીય સંકટ, 4. સરકારી સહાયની અછત અને માહિતીનો અભાવ, 5. મોંઘા ઇનપુટ્સ અને પેકેજિંગ મટિરિયલની અપર્યાપ્તતા, 6. બજાર ભાવમાં અસ્થિરતા અને બિનઅનુમાનીત આવક.આ અભ્યાસ માત્ર એક શૈક્ષણિક પ્રયત્ન નથી પણ તે જમીન સ્તરે ખેડૂતના હિત માટે અમલમાં મૂકી શકાય એવી રચનાત્મક ભલામણો આપે છે, જેમાં ખેડૂતો માટે સૂચનો કરાયા છે. સહકારી મંડળીની સ્થાપનાથી બળ મળતું જાય, ખેડૂતો માટે તાલીમ કેમ્પ, ઉત્પાદન પછીના સંગ્રહ માટે જ્ઞાનપ્રદાન, ડેરી અથવા અનુપાંત્ર ખેતી સાથે સંયુક્ત ખેતીથી આવકમાં સ્થિરતા આવે. સરકાર માટે ભલામણો છે. જેમાં ગ્રામ્ય કૂલ સ્ટોરેજ સુવિધાઓમાં વધારો, ખજઙ જેવી ભાવ સ્થિરતા યોજના લાવવી, ખેતીબાદના વેચાણ માટે સરકારી એપ કે પ્લેટફોર્મ બનાવવું અને કંપનીઓ માટે સૂચનો છે તેમાં વિસ્તારોમાં ડેમો પ્લોટ અને પ્રોડક્ટ ટ્રાયલ, સ્થાનિક ભાષામાં માહિતી પ્રસાર અને ખેડૂતો સાથે સીધું જોડાણ, પેકેજિંગની ગુણવત્તા અને કિંમતોમાં સુધારાઓ કરવા જોઇએ.

અજિત વાછાણી એવા યુવાન સંશોધક છે જેમણે પોતાની ગ્રાઉન્ડ લેવલની સમજણને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કાર્ય કર્યું છે. તેમનો દૃઢ સંકલ્પ એ છે કે મારે મારી આસપાસના ખેડૂતો માટે કંઈક એવું કરવું છે, જે તેમના જીવનમાં સીધો સકારાત્મક ફેરફાર લાવે. તેમના અભ્યાસને આજે દેશભરમાં માન્યતા મળી રહી છે અને આનું શ્રેય તેઓના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને જમીનથી જોડાયેલ અભિગમને જાય છે. આ અભ્યાસ એક શાંતિથી પથારાયેલા વિસ્તારમાં નવા આશાવાદનું બીજ રોપે છે. સરકાર, સંસ્થાઓ અને સ્થાનિક કંપનીઓ માટે આ સંશોધન માર્ગદર્શિકા સમાન છે. ગિર કેસર જેવો ૠઈં ઝફલ ધરાવતો અમૂલ્ય ખજાનો હવે વૈશ્વિક બજારમાં વધુ મજબૂતીથી દાવેદારી કરી શકે તેવા માર્ગો ખુલશે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement