ભાણવડ પંથકમાં મહાકાય અજગર અને મગરનું રેસ્ક્યુ
રેસ્ક્યુ બાદ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા
ભાણવડ પંથકમાં સરિસૃપોના રેસ્ક્યુ માટે કાર્યરત એનિમલ લવર્સ દ્વારા એક જ દિવસમાં દસ ફૂટ લાંબો અને ત્રીસેક કિલોનો એક અજગર તેમજ સાડા પાંચ ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કરી અને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. ભાણવડના નવાગામ વાડી વિસ્તારમાં રાત્રિ દરમ્યાન ખેત મજૂરના ઝૂપડા નજીક એક મોટો મગર દેખાતા એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટને જાણ કરાઇ હતી.
જેથી અશોકભાઈ અને તેમની ટીમ પહોંચી લાંબી જહેમત બાદ આ મગરને રેસ્ક્યુ કરાયો હતો. આ ઉપરાંત મગર રેસ્ક્યુ બાદ તુરંત ગુંદા ગામે રોડ નજીક એક મહાકાય અજગર દેખા દેતા ગ્રામજનો દ્વારા જાણ કરાતા એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા તેને પણ તુરંત સ્થળ પરથી રેસ્ક્યુ કરાયો હતો. મધ્ય-રાત્રિ દરમ્યાન મગર અને અજગરના રેસ્ક્યુ બાદ આ બંને સરિસૃપોને તેના મૂળ આવાસમાં મુક્ત કરાયા હતા. આ બંને સરિસૃપોના રેસ્ક્યુ કાર્યમાં એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટની સાથે દુદાભાઈ, વિજય ખૂટી, ધવલ સોનગરા, દત્ત દેસાઈ, હરીશ વાઘેલા અને અક્ષય સૂચક જોડાયા હતા.