વૃક્ષ ઉપર ફસાયેલા પોપટનું રેસ્કયું
04:36 PM Mar 29, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના રૈયારોડ પર સદગુરુ એપાર્ટમેન્ટ સામે આવેલા નરસીંહ મહેતા ગાર્ડનમાં કરણના ઝાડ ઉપર પોપટ ફસાઇ ગયો હતો. જે અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને ઝાડ ઉપર ચડવુ મુશ્કેલ હોવા છતા ફાયરબ્રિગેડના જીગરદાન ગઢવી, કીરીટ બોખાણી, દુશ્યંતસિંગ, રાજ મોરીયા સહિતના સ્ટાફે મહામહેનતે ઝાડ ઉપર ચડી પોપટનું રેસ્કયું કરી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. બાદમાં પોપટને એનીમલ હેલ્પલાઇને સોપવામાં આવ્યો હતો. (તસવીર : મુકેશ રાઠોડ)
Advertisement