વન વિભાગના 72 RFOની ACFના પ્રમોશન સાથે બદલી
મદદનીશ વન સંરક્ષક ક્લાસ-ટુના ત્રણ અધિકારી પણ બદલાયા
દિવાળી પહેલા વન વિભાગના કર્મીઓને સરકારે મોટુ પ્રમોશન આપ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના આદેશ પ્રમાણે ત્રણ મદદનીશી વન સંરક્ષક ક્લાસ-2 ના ત્રણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને 72 પરિક્ષેત્રવન અધિકારીને આરએફઓ તરીકે બઢતી સાથે બદલી આપવામાં આવી છે. ગઈકાલે રાજ્ય સરકારે જાહેર કરેલ અધિસુચના મુજબ ત્રણ આરએફઓની બદલીમાં રાજકોટમાં ફરજ બજાવતા એમ.યુ. શેખને મોરબી મહેસાણામાં ફરજ બજાવતા રેણુકા દેસાઈને ગાંધીનગર-1 ગીર ફાઉન્ડેશનમાં અને જિનલબેન ભટ્ટને વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યની અલગ અલગ રેન્જમાં ફરજ બજાવતા પરિક્ષેત્ર વન અધિકારીને તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં તેમનું પે લેવલ 7થી વધારીને પે લેવલ 9 કરવામાં આવ્યું છે. પે લેવલ 9 અંતર્ગત આ આરએફઓને રૂા. 53100-1,67,800 રેન્જમાં પગાર માટે હુકમ કરવામાં આવ્યા છે.
જામનગર રેન્જમાં ફરજ બજાવતા રાજન દિલીપ કુમાર જાદવને અમરેલી, એસએફ અમરેલી, એસએફ રાજકોટમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સરગુ (ભૂજ) રેન્જના નરેન્દ્રકુમાર હિંગળાજદાન ગઢવીને રાજકોટ-મોરબી, જૂનાગઢ રેન્જના આરએફઓ તરીકે નિમવામાં આવ્યા છે. એક્સ જામકંડોરણા રેન્જ સામાજીક વનીકરણ વિભાગ રાજકોટમાં ફરજ બજાવતા દિપલ જેસનભાઈ ચૌધરીને સાસણ સેન્ચ્યુરીમાં એસએફઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.