For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામજોધપુરના સોગઠી ડેમમાં 500 ફૂટના ગાબડાંનું સમારકામ

11:41 AM Aug 03, 2024 IST | Bhumika
જામજોધપુરના સોગઠી ડેમમાં 500 ફૂટના ગાબડાંનું સમારકામ
Advertisement

જામજોધપુર તાલુકામાં ભારે વરસાદના કારણે જશાપર ગામ નજીક ફુલઝર નદી પર આવેલા સોગઠી ડેમનું હોનારત નોતરે તેવડું ગાબડું પડયુ હતું. આ ગાબડાને ભારે જહેમત બાદ રીપેર કરીને ડેમની મજબુતી પુર્વવત કરી.
ગત તા.રરમીએ 14 મીટર ઉંચી દિવાલ ધરાવતા સોગઠી ડેમની દિવાલની બહારની બાજુ 8 મીટરની ઉંચાઈએ 20 બાય 25 ફુટનું એટલે કે, 500 ફુટનું ગાબડું પડયું હતું. આ ગાબડાની જાણ થતાં પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રવિ અકબરી અને ટીમના ઈજનેરો દ્વારા રેડવોપ કેમિકલ્સ કંપનીનો સંપર્ક કર્યો હતો.

વરસાદમાં આ કામ સફળતા પુર્વક પુર્ણ કરવા માટેનું માર્ગદર્શન મેળવેલ હતું. ત્યારબાદ ક્રોંક્રીટ મટીરિયલ્સ ડેમ સાઇટ પર પહોચવામાં આશરે 2 કલાક જેટલો સમય લાગતો હતો. આ નવા અને જુના ક્રોંક્રિટ મટીરિયલ્સ સાથે રેડવોપ કેમિકલ્સની પ્રોડક્સ મિક્સ કરીને ઝડપથી આ ગાબડું રીપેર થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા.
રેડવોપ કેમિકલ્સની રેડબ્રાવન ક671, બુટાબોન્ડ સેબીઆર (બોન્ડીંગ એજન્ટ), રેડવોપ સીએ 94 (ક્રોંક્રિટ એકસીલેટર) જેવી પ્રોડકસનો વપરાશ કરીને ગાબડાનું રીપેરીંગ સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું, જેથી જોખમ ટળી ગયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement