દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ
દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ ભગવાનના ભોગ ભંડારના નવનિર્માણની કામગીરી દસ માસ બાદ પૂર્ણ થતાં આજરોજ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હસ્તે અદ્યતન ભોગભંડારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દ્વારકાધીશ મંદિર પરિસર સંલગ્ન આવેલ દ્વારકાધીશજી ભગવાનના ભોગ ભંડાર કે જ્યાં પૂજારી પરિવાર દ્વારા નિત્યક્રમના ચાર ભોગ ભકતોને આપવામાં આવતો પ્રસાદ તથા ક્રમાનુસાર થતાં છપ્પનભોગ, અન્નકૂટ ઉત્સવ, સુકામેવા મનોરથ, કુંડલા ભોગ, કુનવારા ભોગ વિગેરે ભોગનું નિર્માણ કરવામાં બનાવવામાં આવે છે તે બિલ્ડીંગ ખૂબ પૂરાણો હોય જર્જરિત હાલમાં લાંબા સમયમાં હોય જેના નવનિર્માણ અંગે વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ જરૂૂરી હોય આ અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણીએ તેમજ વર્તમાન ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ ઠાકોરજીના આ રસોઈઘર (ભોગ ભંડાર)ના નવનિર્માણ માટે ખૂબ જ ચીવટપૂર્વક વિચારણા કરી અને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સાથે તેમજ દેવસ્થાન સમિતિ સાથે સંકલન કરી આ અંગે રજૂઆત કરેલ.
રીલાયન્સ ગૃપના અનંત અંબાણીએ પણ ભોગભંડારના નવનિર્માણ અંગે અંગત રસ દાખવેલ. બાદમાં આ પ્રસાદઘરના પુન:નિર્માણની કામગીરી ગત ઓકટોબર માસથી શરૂૂ કરેલ જે કામગીરી દસ માસમાં પૂર્ણ થતાં આજરોજ તેનું લોકાર્પણ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા ઉપાધ્યક્ષ અને રીયાલયન્સ ગૃપના ધનરાજભાઈ નથવાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ ભોગ ભંડારને રીલાયન્સ ગૃપના સૌજન્યથી તૈયાર કરવામાં આવેલ છે. આશરે ચાર કરોડ રૂૂપિયામાં બનેલા નવા બનેલા 3 માળના ભોગભંડારમાં સ્ટાફ ઘર, બાલભોગ, રાજભોગ, સેથાર, જમવા માટેનો મોટો હોલ પ્રસાદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને દેવસ્થાન સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ હસ્તે આજરોજ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.