ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં બન્ને એડવોકેટના રીમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે

11:28 AM May 09, 2025 IST | Bhumika
Advertisement

આરોપી સંજય પંડિતે જાતે દલીલ કરી ખોટી રીતે ધરપકડ કર્યાની રજૂઆત

Advertisement

ચકચારી બનેલા રીબડાના અમિત દામજીભાઇ ખુંટ નાં આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશ પાતર તથા સંજય પંડીત ની પોલીસે ધરપકડ કર્યા બાદ અત્રેની એડી.ચિફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં 12 દિવસ નાં રિમાન્ડ ની માંગ સાથે રજુ કરાતા કોર્ટે રીમાંન્ડ નામંજુર કરતા જેલ હવાલે કરાયા હતા.

કોર્ટ માં આરોપી સંજય પંડીત ખુદ વકીલ હોય તેણે દલીલ કરી જણાવ્યું કે સુસાઇડનોટ માં અમારા નામનો ઉલ્લેખ નથી.ફરિયાદ થયા બાદ બન્ને યુવતીઓ એ વકીલ તરીકે અમારો સંપર્ક કરેલ હતો.અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી.તપાસ એજન્સી એ અમને સાહેદ બનાવવાનાં બદલે આરોપી બનાવી દિધાછે.અમે અવારનવાર ગોંડલ નાં બાહુબલી જયરાજસિહ સામેનાં કેસમાં તેમના વિરુદ્ધ વકીલ તરીકે રહેતા હોય અમને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયા છે.

સંજય પંડીત તથા દિનેશ પાતરે કોર્ટ માં રહીમ મકરાણીને અમે જાણતા નથી તેવી લેખીત જાણ કરી હતી.વધુમાં કોર્ટ માં અમે મોબાઇલ આપી દઇશુ તેવુ કહી કોલ ડીટેઇલ માટે રીમાંન્ડ ની જરુર નથી તેવી દલીલ કરી હતી. આરોપીસંજય પંડીતે કોર્ટ માં જજ સમક્ષ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યુ કે પોલીસે ધરપકડ નો ખોટો સમય દર્શાવી ગેરકાયદેસર રીતે કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર ધરપકડ કરીછે.એડી.ચિફ જ્યુડી.મેજિસ્ટ્રેટ મેહુલ પરમારે દલીલો બાદ રીમાંન્ડ નામંજુર કરતા બન્ને આરોપીઓ ને જેલ હવાલે કરાયા હતા.

Tags :
Amit Khunt suicide casegujaratgujarat newsRibadaRibada news
Advertisement
Next Article
Advertisement