PGVCLની ઓફિસમાં ધાર્મિક આયોજન પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લાના પારડી ગામમા આવેલી વીજ પેટા વિભાગીય કચેરીમા કામકાજના કલાકોમા સત્યનારાયણની કથા યોજવામા આવતા ભારત જન વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરી ડેપ્યુટી ઇજનેરને સર્વિસ રૂલ્સ સાથે કાયદા ભંગની વાત કરતા કથા બંધ રાખવાની નોબત આવી હતી. જાથાએ મુખ્યમંત્રી સહીત ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરતા રાજકોટ ગ્રામ્ય કચેરીએ પેટા કચેરીઓને પરિપત્રમા આ પ્રકારના ધાર્મિક કે અંગત આયોજનો ઓફિસ પ્રીમાઇસીસમા કરવા નહિ તેવી સુચના આપી છે.
બનાવની વિગતમા રાજકોટ જિલ્લાના પારડી ગામમા આવેલી વીજ પેટા વિભાગીય કચેરીમા તા. 25 મી ઓકટોબર શુક્રવારે ચાલુ કામકાજના કલાકોમા ઓફીસના રૂમમા સત્યનારાયણ કથાનુ આયોજન વીજ કર્મીઓ, તેનો પરીવાર, વીજ કોન્ટ્રાકટરોના સહયોગથી કરવામા આવેલ તેની માહીતી કર્મચારીએ જાથાના કાર્યાલયે આપી હતી. ગ્રાહકો, રજુઆત માટે આવેલા નાગરિકોને કથાની વાત કરી રવાના કરી દેવામા આવે છે અને ઓફીસમા ધાકિ વાતાવરણ હોય કર્મીઓ કામકાજથી અલિપ્ત છે. કથાનો રૂમ રાખેલ છે તેના ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર વિગેરે ફેરફાર કરવામા આવ્યો છે. માહિતી આપનારે ઓફિસ સમયમા કથાના આયોજનનો વિરોધ છે તેને પુરાવા આપ્યા હતા. જાથાના ચેરમેન જયંત પંડયાએ ખરાઇ કરવા મોકલતા માહીતી સાચી નીકળી હતી. તુરંત જાથાની ટીમને પારડી રૂબરૂ જવાનુ હોય રાજયના મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, અધિક મુખ્ય સચિવ ઉર્જા વિભાગ, રાજકોટ ગ્રામ્ય વર્તુળ વડી કચેરીના ડાયરેકટર, જોઇન્ટ ડાયરેકટર, કલેકટર સહીતનાઓને ઇ-મેઇલ અને રૂબરૂ પત્ર પાઠવી પુરાવા રાખવામા આવ્યા હતા જાથાના મતે ચાલુ ઓફીસ દરમિયાન કથા યોજવી જે સર્વિસ રૂલ્સ તથા કાયદા ભંગ હોય ભવિષ્યમા કોઇપણ મુસ્લિમ કે કિશ્ર્ચિયન વિજકર્મીઓ પોતાની ઇચ્છા મુજબ ધાર્મીક કાર્યક્રમ રાખે તો મોટા પ્રશ્ર્નો ઉભા થાય તેમ હોય જાથાએ કાયમી નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો હતો તેને લગત અગાઉ રજુઆત કરી લીધી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએની આગેવાનીમા ટીમ બપોર પછી પારડી વીજ કચેરીએ પહોંચતા એક રૂમમા કથામા ડે. ઇજનેર, બીજા કર્મી તેની પત્નિ ઘરચોળામા પુજાવિધિમા જોડાયેલા હતા. બાજોઠ, સ્થાપન, કળશ, તુલસી પત્ર વિગેરે વિધિના મંત્રોચ્ચાર ચાલતા હતા. ડે. ઇજનેર ઉભા થઇ જાથાના જયંત પંડયા પાસ આવ્યા. તેમને ઓફિસમા આ પ્રકારે પુજાવિધિ, કથા કરી શકાય નહી. પોતાના ઘરે કે ઓફીસ સમય બાદ કે રજાના દિવસે યોજો તો નાગરિકોને ધકકા ન થાય તેવી વાત ઉચ્ચારી હતી. બાદ કર્મચારીઓએ સામુહિક નિર્ણય લઇ કથા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જાથાની રજુઆતને સમર્થન આપતા પરિપત્રમા કાર્યપાલક ઇજનેર ગ્રામ્ય વિભાગીય કચેરી તેમના તાબા હેઠળની દરેક પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરોને આ બાબતે સ્પષ્ટ સુચના પણ આપવામા આવેલ છે કે આ પ્રકારના ધાર્મિક કે અંગત આયોજનો ઓફિસ પ્રીમાઇસીસમા કરવા નહી તેવા મતલબનો પરિપત્ર કરતા તમામ સરકારી ઓફીસમા કાયમ માટે પ્રતિબંધ આવી ગયો છે તેવુ જાથા માને છે એમ ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમા જણાવ્યુ છે.