For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને ચેક પરત ફરવાના કેસમાં હાઈકોર્ટમાંથી રાહત

01:06 PM Nov 01, 2025 IST | admin
ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને ચેક પરત ફરવાના કેસમાં હાઈકોર્ટમાંથી રાહત

Advertisement

હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્દેશક સામે જામનગરની કોર્ટે ચેક પરતના કિસ્સામાં બે વર્ષની કેદ અને રૂૂ.ર કરોડ દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સેશન્સ કોર્ટમાં યથાવત રહેતા હાઈકોર્ટમાં રાહત મેળવવા રીવીઝન કરાઈ હતી. હાઈકોર્ટે રૂૂ.88 લાખ ભરપાઈ કરવાની ખાતરી મળતા નિર્દેશકને શરતી જામીન પર મુક્ત કરી સજા હાલ માં મોકૂફ રાખી છે.

જામનગર ના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસે થી હિન્દી ફિલ્મ જગતના જાણીતા નિર્દેશક રાજકુમાર સંતોષી એ કેટલાક વર્ષ પહેલા રૂૂ.1 કરોડ હાથઉછીના લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે રાજકુમાર સંતોષીએ રૂૂ.10 લાખનો એક એવા દસ ચેક આપ્યા હતા. તે તમામ ચેક અલગ સહી હોવાના કારણે બેંકમાંથી પરત ફર્યા હતા અને અશોકભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

તે તમામ કેસ ચાલી જતા અદાલતે આરોપી રાજકુમાર સંતોષીને દોષિત ઠરાવી બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો હતો. તે હુકમ સામે સેશન્સ કોર્ટમાં કરાયેલી અપીલમાં પણ તે હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો. તે પછી હાઈકોર્ટ સમક્ષ રાજકુમાર સંતોષીએ રીવીઝન અરજી કરી હતી. તેની સુનાવણીમાં અદાલત સમક્ષ રાજકુમાર સંતોષીએ ગઈકાલે રૂૂ.પ લાખ જમા કરાવવા ઉપરાંત રૂૂ.83 લાખમાંથી રૂૂ.41 લાખ 50 હજાર તા.30 નવેમ્બર પહેલા અને બાકીના રૂૂ.41 લાખ પ0 હજાર 31 ડિસેમ્બર સુધીમાં જમા કરાવવાની બાહેંધરી આપી હતી. હાઈકોર્ટે તેનું બાહેંધરી પત્રક આગામી તા.7 સુધીમાં રજૂ કરી દેવા હુકમ કરી તેને ફટકારવામાં આવેલી સજા હાલમાં મોકૂફ રાખી છે અને શરતી જામીન આપ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement