ગુજરાતમાં ઠંડીમાં રાહત, બર્ફીલા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઠૂંઠવાયું
રાજકોટ 9.4 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડું શહેર, રાજયમાં તાપમાન ઊંચકાયું પણ પહાડી વિસ્તારોના પવનોથી કાતિલ ઠંડીનો અનુભવ
સૌરાષ્ટ્રમા છેલ્લા કેટલાક દિવસથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે જનજીવન ઠીંગરાયુ છે. સતત ઠંડા પવનો ફૂંકાતા હોવાથી રાજકોટ રાજયનુ સૌથી ઠંડુ શહેર બન્યુ છે. આજે રાજકોટનુ તાપમાન 9.4 ડિગ્રી અને નલિયામા 9.6 ડિગ્રી નોંધાયુ છે. જો કે, ગુજરાતમા સરેરાશ તાપમાનમા વધારો થયો છે પરંતુ સુસવાટા મારતા પહાડી વિસ્તારોના પવનોના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહયો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ મેક્ષીમમ તાપમાન ઉંચકાયુ છે પરંતુ મિનિમમ તાપમાન ગગડી જતા કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહયો છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.
જોકે,બુધવારે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. રાજ્યમાં તાપમાનમાં સરેરાશ 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 24 કલાકમાં હજી પણ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા હવામાન વિભાગે સેવી છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. રાજકોટમા ગુજરાતમા સૌથી ઓછું 9.4 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. સૌરાષ્ટ્રમા વધારે ઠંડી જોવા મળી હતી.
સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં બુધવારે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. રાજ્યમાં 9.4 ડિગ્રીથી લઈને 19.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જેમાં રાજકોટમા 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 11.5 ડિગ્રી, પોરબંદરમા 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં તાપમાન ઉંચકાતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો.
બંને શહેરોમાં 2થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઉચકાઈને 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 2 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન વધીને 14 ડિગ્રી નોંધાયું હતું.