સૌરાષ્ટ્રના પેટાળમાંથી રિલાયન્સ તેલ અને ગેસ ઉલેચશે
દરિયાકાંઠા સહિત 5454 ચો.કિલોમીટર વિસ્તારમાં ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસના ભંડાર મેળવવા સરકારી કંપની ONGC અને BP સાથે કરાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સૌરાષ્ટ્ર બેસિન તેલ અને ગેસ સંશોધન બ્લોક માટે રાજ્ય માલિકીની ONGC અને BP એક્સપ્લોરેશન સાથે સંયુક્ત સંચાલન કરાર કર્યો છે.
ત્રણેય કંપનીઓએ ગયા વર્ષે ઓપન એક્રેજ લાઇસન્સિંગ પોલિસના 9મા બિડ રાઉન્ડમાં બ્લોક GS-OSHP-2022/2 ના ઓફશોર એક્સપ્લોરેશનમાં તેલ અને ગેસ શોધવા અને ઉત્પાદન કરવા માટે એક વિસ્તાર માટે બોલી લગાવવા માટે પહેલીવાર સાથે આવી હતી.
સૌરાષ્ટ્ર બેસિનમાં પશ્ચિમ કિનારે સ્થિત આ બ્લોક 5,454 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેને કેટેગરી-II બેસિન હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યો છે. ONGCને ઓપરેટર તરીકે નિયુક્ત કરીને, આ ક્ધસોર્ટિયમ, પ્રદેશની હાઇડ્રોકાર્બન ક્ષમતાનું મૂલ્યાંકન અને ઉપયોગ કરવાના હેતુથી શોધ પ્રવૃત્તિઓ હાથ ધરશે.
રિલાયન્સે GS-OSHP-2022/2 ના સંશોધન બ્લોક માટે ONGC અને BP એક્સપ્લોરેશન (આલ્ફા) લિમિટેડ (BP) સાથે સંયુક્ત સંચાલન કરાર કર્યો છે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ બ્લોક સૌરાષ્ટ્ર બેસિનમાં પશ્ચિમ કિનારે સ્થિત છે અને હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને લાઇસન્સિંગ નીતિના ભાગ રૂૂપે છઈંક, ONGC અને BP ને સોંપવામાં આવ્યો હતો.
પક્ષો બ્લોકના એવોર્ડની શરતો અનુસાર બ્લોકમાં સંશોધન કામગીરી આગળ ધપાવશે. આ કરાર પર 28 જુલાઈના રોજ ONGC ની ઓફિસમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.