મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ત્રણ કેદીને સજા માફી થતા મુક્તિ
મુક્તિ મેળવનાર ત્રણેય કેદીઓ સમાજમાં પુન: સ્થાપિત થાય તેવી શુભેચ્છા સાથે ભગવત્ ગીતા ભેટ અપાઈ
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા ત્રણ કેદીઓને તેમની સારી વર્તણુકને કારણે મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરીક સુરક્ષા સહિતા-2023ની કલમ-475ની જોગવાઈઓન આધિન રહીને નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાનો ઉપયોગ કરી રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી બુધ્ધિલાલ નાનજીભાઈ નૈયા, હેમુભા હઠુજી જાડેજા અને નાથાભાઈ પુંજાભાઈ ચુડાસમાને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરીને તાત્કાલીક અસરથી જેલ મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
જેલ મુક્ત થયેલ ત્રણેય કેદીઓ સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા શુભ આશયથી જેલ મુક્ત કરવા હુકમ કરવામા આવતા જેલ અધિક્ષક રાઘવ જૈન અને ઇન્ચાર્જ નાયબ અધિક્ષકશ બી.બી.પરમારે મુક્ત થયેલ આ ત્રણેયને શ્રીમદ ભાગવત ગીતા ભેટમા આપેલ હતી તેમજ આ બંદીવાનોને તેઓ જેલ મુક્ત થયા બાદ પોતાના પરિવાર સાથે સમાજમાં પુન:સ્થાપિત થઈ સારા નાગરીક તરીકે જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. બંદીવાનોને જેલ મુક્ત થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.