રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ સહિતના શહેરોમાં દારૂબંધીની છૂટ અંગે વિચારાશે: રાઘવજી

04:01 PM Dec 23, 2023 IST | Bhumika
Advertisement

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો નિર્ણય જરૂરિયાતો મુજબ લેવાયો હોવાનું જણાવતા કૃષિમંત્રી

Advertisement

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીની જરૂૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવાયો છે. વધુમાં રાઘવજી પટેલએ કહ્યું કે, રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી ગિફ્ટ સીટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી વાઈન એન્ડ ડાઈન આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

દારૂબંધીના આંદોલનના હીરો અલ્પેશ ઠાકોરના સૂર બદલાયા
એક સમયે દારૂૂબંધીના નામથી હીરો બનનાર અલ્પેશ ઠાકોરને દારૂૂની છૂટ હવે યોગ્ય લાગી રહી છે. અલ્પેશ ઠાકોરને સરકારનો નિર્ણય યોગ્ય લાગ્યો. એક સમયે દારૂૂબંધ કરાવવા અલ્પેશ ઠાકોર આંદોલન કરતા હતા. એક સમયે દારૂૂના અડ્ડાઓ પર અલ્પેશ ઠાકોર જનતા રેડ કરતા હતા. ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂૂની છૂટ મામલે અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન અને દારૂૂ પાર્ટીને સમર્થન જોવા મળ્યું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દારૂૂની છૂટ મામલે કહ્યું કે, ગાંધીજીના ગુજરાતમાં દારૂૂબંધી છે અને દારૂૂબંધી રહેશે. દારૂૂબંધીની છૂટ તો હોટલો અને રેસ્ટોરન્ટોમાં આપવામાં આવી છે. મારી મુહિમ તો દેશીદારૂૂની ભટ્ટીઓ સામે છે. આમ, મોટી વાત તો એ છે કે, એક સમયે દારૂૂબંધી કરાવવા આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરને ગિફ્ટ સિટીમાં દારૂૂની છૂટ યોગ્ય લાગી રહી છે. મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂૂ પીવો હોય તો પી શકાશે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂૂ પીવાની પરમિટ આપી દીધી છે. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂૂ પીવાની છૂટ આપી છે.

Tags :
gujaratgujarat newsRaghavji Patelrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement