For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબુશાહી ઉપર લગામ, આઇએમડીની સમિતિમાં ઉદ્યોગમંત્રીને વધુ સત્તા

04:54 PM Mar 13, 2024 IST | Bhumika
બાબુશાહી ઉપર લગામ  આઇએમડીની સમિતિમાં ઉદ્યોગમંત્રીને વધુ સત્તા
  • અધિકારીઓની વિલંબિત નીતિના કારણે પ્રોજેકટો અટવાયાનું તારણ

રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ (આઇએમડી) હેઠળની વિવિધ સમિતિઓની પુન:રચના કરી છે, જેમાં ટોચના અમલદારોને બદલે ઉદ્યોગ મંત્રીને વધુ સત્તાઓ સોંપવામાં આવી છે. આ પગલું ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કર્યા પછી લેવાયું છે. તેમણે જણાવ્યું હતું કે વહીવટી પાંખ દ્વારા દરખાસ્તોને મંજૂરી આપવામાં શિથિલતાને કારણે વિવિધ પ્રોજેક્ટ્સની મંજૂરીઓ વિલંબિત થઈ રહી છે તેના કારણે સરકારે આ પગલું લેવાન ફરજ પડી છે.

Advertisement

આઇએમડી દ્વારા 7 માર્ચના રોજ નવ સરકારી ઠરાવો (જીઆરએસ) જારી કરવામાં આવ્યા હતા, જેમાં ઈન્સેન્ટિવ સંબંધિત દરખાસ્તો વધુ હોય તેવી સમિતિઓના વડા તરીકે ઉદ્યોગ પ્રધાનનું નામ આપવામાં આવ્યું હતું. નવ સમિતિઓની પુન:રચના કરવામાં આવી છે: મોટા પાયે ઉપક્રમો માટે પ્રોત્સાહનો માટેની સમિતિ, ઔદ્યોગિક માળખાકીય સુવિધા માટે સહાય માટે, મેગા/નવીન પ્રોજેક્ટ્સની મંજૂરી માટે, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની મંજૂરી માટે, મૂડી સબસિડી મંજૂર કરવા માટે. મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ યોજનાઓ મંજૂર કરવા માટે, ઔદ્યોગિક ઉદ્યાનોને મંજૂરી આપવા માટે, પ્લાસ્ટિક ઉદ્યોગને પ્રોત્સાહનોની દરખાસ્તો મંજૂર કરવા અને સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ માટે સહાયની દરખાસ્તોને મંજૂરી આપવા માટે તેની પુર્નરચના કરવામાં આવી છે.

મંત્રી પ્રોત્સાહક સમિતિનું નેતૃત્વ કરશે જ્યાં કંપનીઓનું રોકાણ રૂૂ. 500 કરોડથી વધુ છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સીએમઓને ઉદ્યોગો તરફથી રજૂઆતો પણ મળી હતી, જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ઉદ્યોગો અને ખાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ પ્રોત્સાહક દરખાસ્તોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement