શ્રીનાથગઢની વાદગ્રસ્ત જમીનમાં સંમતિ વિના કૂવો અને બોર કરવાની નોંધ રદ
ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના સર્વે નં. 87 પૈકી 1-2-3-4-5 (જુના સર્વે નં 167) માં આશરે 12 એકર ખેતીની જમીનના 11-2-2025 ના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજની કાચી નોંધને 12-5-25 એ નાયબ કલેકટર દ્વારા નામંજૂર કરી વાંધેદારોના સમર્થનમાં ચુકાદો આપેલ હતો. તેની સામે ગેરકાયદેસર વેચનારાઓ 25-6-25 એ રાજકોટ કલેકટરમાં અપીલમાં ગયા છે.
છતાં પણ સર્વે નં 87/1 માં ગેરકાયદેસર વેચનારાઓમાંથી ધર્મેન્દ્ર નવીનચંદ્ર કોઠારીએ કૂવો તથા બોર ગામ નમૂના 7 માં નોંધવા અરજી કરતા કાચી નોંધ પડેલ. એમાં ધર્મેન્દ્રએ ગેરકાયદેસર સોગંદનામું કરતા પોતાને વિશિષ્ટ માલિક ગણાવી તલાટીને અરજી કરેલ. જેની સામે તલાટીએ ફોર્મ નં 7 તથા અન્ય દસ્તાવેજો સરખા ચકાસ્યા વિના પંચની સાક્ષીએ રોજકામ કરેલ તથા અભિપ્રાય આપેલ અને ફોર્મ 16 ઇસ્યુ કરેલ જેના આધારે કાચી નોંધાણી કરેલ આ સામે હક્કદાર પરિવારે તેમની સંમતિ વિના અરજી થતા વાંધા અરજી કરેલ. ગોંડલના મામલતદારે ન્યાય કરતા આ વાંધા અરજીને યોગ્ય ગણી કાચી નોંધ નામંજૂર કરેલ. ફોર્મ 16 નો ઉપયોગ ઇલેક્ટ્રિક કન્નેકશન લેવામાં થતો હોવાથી પીજીવીસીએલ માં પણ વાંધા અરજી કરેલ.
આ બાબતે તલાટી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર પાસે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેથી શિસ્તભંગની કાર્યવાહી થાય.
આ ખેતીની જમીન મૂળ શ્રીનાથગઢના વ્રજપાળ કેશવજી કોઠારી ના વારસદારોની વડીલોપાર્જિત મજિયારા પરિવારની HUF મિલકત છે. ઇતિહાસ જોતા નોંધ નં. 14ના પરિણામે 4 વારસદારો સુંદરજી વ્રજપાળ કોઠારી, મુળચંદ ઝવેરચંદ વ્રજપાળ કોઠારી, પ્રાણજીવન કપુરચંદ વ્રજપાળ કોઠારી તથા રતિલાલ કપુરચંદ વ્રજપાળ કોઠારી ના નામ ઉમેરાણાં હતા.
પરંતુ નવી માપણી પછી નોંધ નંબર 725 માં પ્રાણજીવન કપુરચંદ સિવાયના 3 વારસદારોના નામ કમી થયેલ હતા. અહીં વાંધેદારોની દલીલ હતી કે જયારે નવી માપણી થાય ત્યારે જમીનના ક્ષેત્રફળ માં ફેરફાર આવી શકે પરંતુ માલિકોના નામ ઓછા ના થાય અને અહીં મોટું ફોડ થયેલ.
આ પછી ગોંડલ સિવિલ કોર્ટ (1975), ગુજરાત હાયકોર્ટ (1982) તથા ડેપ્યુટી કલેકટર (2025) ના ચુકાદામાં આ જમીનને વારસદારોની વડીલોપાર્જિત મજિયારા પરિવારની ગણાવેલ ઉપરોકત ચુકાદાઓ છતાં પ્રાણજીવન કપુરચંદે માત્ર પોતાના વારસદારોના નામ ગેરકાયદેસર રીતે 7/12 માં ઉમેરેલ હતા.
મૂળ વ્રજપાળ કેશવજી કોઠારીના ઉત્તરોત્તર માંથી હયાત મુખ્ય વારસદારો જોઈએ તો 11-2-2025 ના રોજ ગેરકાયદેસર રીતે વેચનારાઓ તથા સંમતિ આપનારાઓમાં પ્રાણજીવન કપુરચંદના વારસદારોમાંથી સ્થાનકવાસી જૈન મોટા સંઘના કારોબારી સભ્ય જગદીશભાઈ પ્રાણજીવન હેમેન જગદીશભાઈ ભુમિકાબેન કુલદીપભાઈ કામદાર , સુરેશકુમાર પ્રાણજીવન, કુંજનભાઈ સુરેશચંદ્ર, ધર્મેન્દ્ર નવીનચંદ્ર (સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી), નેવિલ ધર્મેન્દ્ર, લલિતભાઈ દિનકરરાય. વિગેરે હતા. આ તકે યાદ રહે કે સ્વ. નવીનચંદ્ર પ્રાણજીવન તલાટી હતા.
તથા વાંધો લેનાર મુખ્ય પક્ષકારોમાં સુંદરજી વ્રજપાળ, મુળચંદ ઝવેરચંદ તથા રતિલાલ કપુરચંદ ના વારસદારોમાં હેમેન્દ્ર જયવંતલાલ, કિરીટકુમાર રતિલાલ, નિશાંત કિરીટકુમાર, લલિતકુમાર રતિલાલ, અશોકકુમાર રતિલાલ, ભદ્રકાન્ત મુળચંદ - મુંબઈ, જીગ્નેશ ભદ્રકાન્ત- મુંબઈ, મુકેશભાઈ સાકરચંદ - ગોંડલ, કિરીટકુમાર ઈશ્વરલાલ શેઠ - કોલકતા, તેજસ ચંદ્રકાન્ત કામાણી, સાગર ચંદ્રકાન્ત કામાણી, વિગેરે છે.
આ કેસમા રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી જે. ટી. ફળદુ સાહેબના માર્ગદર્શન હેઠળ અરજદારોએ કેસ લડેલ.