રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાન્યુઆરીમાં વધુ 13017 દસ્તાવેજની નોંધણી

06:14 PM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

મોરબી રોડ ઉપર સૌથી વધુ 1606, ગોંડલ બીજા અને મવડી ઝોન ત્રીજા નંબરે : રજિસ્ટર ફી પેટે 10.22 કરોડ અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે 58.09 સહિત કુલ રૂા. 1185.51 કરોડની રજિસ્ટ્રાર ઓફિસને આવક

Advertisement

પ્રોપર્ટી માર્કેટમાં મોંઘવારીની સાથો સાથ તેજીના પણ મંડાણ થયા છે. એક બાજુ મંદીની વાતો કરનાર લાખો રૂપિયાના પ્રોપર્ટીના સોદા થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ફક્ત જાન્યુઆરી માસ દરમિયાન 13017 દસ્તાવેજની નોંધણી થઈ છે. જેમા સૌથી વધુ રાજકોટ શહેરના ઈસ્ટઝોન વિસ્તાર મોરબી રોડ ઉપર 1616 દસ્તાવેજ અને ગોંડલ બીજા સ્થાને તથા મવડી વિસ્તાર ત્રીજા નંબર ઉપર આવ્યો છે. એક માસમાં 13017 દસ્તાવેજની નોંધણી થતાં રજીસ્ટ્રાર ઓફિસને રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 10.22 કરોડ અને સ્ટેન્પડ્યુટી પેટે રૂા. 58.01 કરોડની આવક થઈ છે.

પ્રોપર્ટી બજારમાં છેલ્લા ઘણા સમયથી તેજીના મંડાણ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને નવા બાંધકામોમાં ફ્લેટ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં વધુ વેચાણ થયાનું જાણવા મળેલ છે. શહેરનો વ્યાપ વધતાની સાથે બાંધકામો પણ શહેરના સીમાળે ધમધમવા લાગ્યા છે. જેની સામે તાલુકા લેવલે પણ બાંધકામ ક્ષેત્રમાં અને વેચાણમાં તેજી જોવા મળી રહી છે. જાન્યુઆરી માસ દરમિયાન ફક્ત એક માસમાં અલગ અલગ પ્રોપર્ટીના વેચાણ માટે થયેલા દસ્તાવેજનો આંકડો બઉ ઉંચો જોવા મળ્યો છે. 1 દિવસમાં રજીસ્ટ્રાર ઓફિસમાં 13017 દસ્તાવેજની નોંધણી થઈ છે. જેના કારણે રજીસ્ટ્રાર ઓફિસને પણ એક માસ દરમિયાન 1185.51 કરોડની આવક થઈ છે જેમાં સૌથી વધુ મોરબી રોડ એટલે કે, રાજકોટના ઈસ્ટઝોન વિસ્તારમાં 1606 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જ્યારે બીજા સ્થાને ગોંડલ અને ત્રીજા સ્થાને મવડી વિસ્તાર અગ્રેસર રહ્યો છે.

રાજકોટમાં શહેર અને તાલુકા લેવલે મોટાપાયે પ્રોપર્ટીનું વેચાણ થતાં રજીસ્ટ્રાર ઓફિસને રેકર્ડબ્રેક આવક થઈ છે. જેમાં રાજકોટ મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી થતાં સ્ટેમ્પડ્યુટી પેટે 6.93 કરોડ જ્યારે બીજા સ્થાને ગોંડલમાં 1272 દસ્તાવેજની નોંધણી થતાં સ્ટેમ્પ ડ્યુટી પેટે 6.47 કરોડ અને ત્રીજા નંબરે મવડી વિસ્તારમાં 1247 દસ્તાવેજની નોંધણી થતાં સ્ટેમ્પ ડ્યુટી પેટે 5.71 કરોડની આવક થઈ છે. તમામ પ્રોપર્ટીના વેચાણ થકી 1185.51 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી પેટે ફી આવક રજીસ્ટાર ઓફિસને થવા પામી છે. પ્રોપટી વેચાણમાં રાજકોટ શહેરના 7 ઝોન તેમજ રૂરલ વિસ્તાર અને જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, ગોંડલ, જામ કંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા અને વીછિયામાં પ્રોપર્ટીના વેચાણ થકી એક મહિનામાં 13017 દસ્તાવેજની નોંધણી થઈ છે.

દસ્તાવેજ નોંધણીની ઝોનવાઈઝ વિગત
રાજકોટ રતનપર- 885
રાજકોટ ઝોન-1 -831
રાજકોટ રૈયા ઝોન-4 1261
રાજકોટ મોરબી રોડ- ઝોન-2 1606
રાજકોટ મૌવા ઝોન-5 668
રાજકોટ મવડી ઝોન-6 1247
રાજકોટ કોઠારિયા ઝોન-7 780
રાજકોટ રૂરલ ઝોન-8 811
જેતપુર -659
ઉપલેટા- 431
ધોરાજી -319
જસદણ -478
ગોંડલ- 1272
જામ કંડોરણા- 106
પડધરી -320
કોટડાસાંગાણી -513
લોધીકા -762
વીછિયા -68

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsregistration
Advertisement
Next Article
Advertisement