For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેસકોર્ષ અને મવડી સ્પોર્ટસ સંકુલની રમતો માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ

04:56 PM Jun 26, 2025 IST | Bhumika
રેસકોર્ષ અને મવડી સ્પોર્ટસ સંકુલની રમતો માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ

પેડક રોડ સ્થિત સ્વામિ વિવેકાનંદ સ્નાગાર 9 માટે બંધ કરાયું, ખેલાડીઓએ ઓનલાઇન તેમજ સીવિક સેન્ટર ખાતે નોંધણી કરાવવા અનુરોધ

Advertisement

રેસકોર્ષ સંકુલ હસ્તકની રમતગમત સુવિધાઓનું માસિક, ત્રીમાસિક તથા સ્નાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજીસ્ટ્રેશન તથા નવનિર્મિત મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રમતગમત સુવિધાઓનું ત્રિમાસિક રજીસ્ટ્રેશન તા.27/06/2025 શુક્રવારના રોજ સવારે 11:00 કલાકથીwww.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકાહસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. આ ઉપરાંત શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડમાં રિનોવેશનની કાર્યવાહી હાથ ધરવાની હોય આ આ સ્નાનાગાર તા.01/07/2025 થી આગામી અંદાજિત 9 મહિના માટે બંધ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ,બાસ્કેટબોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ,રેસકોર્ષજીમ,નાના મવામલ્ટિએક્ટીવિટી સેન્ટર લેડિઝજીમ,શેઠ હાઇસ્કુલજીમ,હૈદરી ચોક સ્થિત જીમતથા મવડી ખાતે નવનિર્મિતસ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તથા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગારકાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યો માટે માસિક,ત્રિમાસિક,છ માસિક તથા વાર્ષિક પ્રવેશ પ્રક્રિયા માહે એપ્રીલ 2025 માં શરૂૂ કરવામાં આવેલ જેમા નીચે મુજબ સભ્ય સંખ્યા નોંધાયેલ છે.

Advertisement

રેસકોર્ષ સંકૂલ
ક્રમ રમતગમતની સુવિધાનું નામ નોંધાયેલસભ્યોની સંખ્યા
01 સિન્થેટીક એથ્લેટીક ટ્રેક -રેસકોર્ષ 3158
02 સિન્થેટીક ટેનીસકોર્ટે- રેસકોર્ષ 55
03 સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ - રેસકોર્ષ 109
04 વિવિધ જીમ 1216
05 વોલીબોલ- રેસકોર્ષ 25

મવડી ઇન્ડોર સ્ટેડીયમ
ક્રમ રમતગમતની સુવિધાનું નામ નોંધાયેલસભ્યોની સંખ્યા
01 ટેનીસ કોર્ટ,મવડીઇન્ડોરસ્ટેડીયમ 65
02 વોલીબોલ, મવડીઇન્ડોરસ્ટેડીયમ 93
03 સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ,મવડીઇન્ડોરસ્ટેડીયમ 68
04 બેડમિન્ટન કોર્ટ, મવડીઇન્ડોરસ્ટેડીયમ 326

Advertisement
Tags :
Advertisement
Advertisement