સિટી બસના ભાજપના મળતિયા કોન્ટ્રાકટરો સામે ગુનો નોંધો
દિલ્હીની કંપનીને બ્લેકલિસ્ટ કરી સિટી બસનું સંચાલન કોર્પોરેશન હસ્તક લેવા માગણી
એન.એસ.યુ.આઇ. દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, ચક્કાજામ, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોને ખદેડયા
સીટીબસ દુર્ઘટનાના શહેરભરમાં ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કરી આજે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તથા એનએસયુઆઈ અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા સીટીબસનાં કોન્ટ્રાક્ટર ભાજપના મળતિયાઓ સામે ગુનો નોંધવા તેમજ દિલ્હીની કંપનીને બ્લેક લીસ્ટ કરી બસનું સંચાલન કોર્પોરેશન હસ્તક લેવા અને બસના ડ્રાઈવરોની કસોટી લેવામાં આવે તે સહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર સહિતના અન્ય વિભાગોને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ ની રાજકોટના શહેરીજનો અને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વખતોવખત રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા ગઇકાલે ઇન્દિરા સર્કલ પાસે જે ઘટના બને છે તેમાં ચાર વ્યક્તિના મોત થયા છે અને ત્રણને ઇજા થાય છે તે અંગે જવાબદાર ઈલેક્ટ્રીક બસ દિલ્હીની કંપનીની કરાર વિશ્વમ સીટી બસ ઓપરેશન્સ પ્રાઇવેટ લિમિટેડ ના જવાબદાર કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાકટ નિયમ મુજબ ન આપી શકાય તેમ છતાં આપવામાં જો આવેલ હોય તો તેવા ભાજપના પૂર્વ મહામંત્રી વિક્રમ ડાંગર અને મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી જસ્મીન રાઠોડ સંચાલન કરતા હોય તો આ તમામ સામે નિયમ મુજબ ગુનો દાખલ કરી કોન્ટ્રાક્ટર ની ડિપોઝિટ જમ કરી તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવા અમારી અપીલ છે. તેમજ મૃતકોને ફક્ત 15 લાખની સહાય કરી છે. તે રકમ પર્યાસ નથી તેને બદલે 50 લાખની સહાય કરો તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી બીઆરટીએસ તેમજ સીટીબસનું સંચાલન કોર્પોરેશન દ્વારા કરવામાં આવે અને અકસ્માત ઘટી શકે તે માટે ટીપીના રોડ ઉપર માર્કિંગ પટ્ટા ફરજિયાત કરી અન્ય વાહનો પાર્કિંગ ન થાય તે સહિતનું સુચારુ સંચાલન કરવામાં આવે તેમ જણાવ્યું હતું. જ્યારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ શહેરમાં બનેલી 16-4-25 ની ઘટના ખૂબ જ દુ:ખદાઈ અને પીડા આપનારી છે રાજકોટ સિટીમાં બેફામ રીતે ચાલતી સીટી બસ કેટલાય પરિવારો પર ફરી વળી છે આ સીટી બસ કોઈ એજન્સી દ્વારા સિટીમાં બેફામ રીતે કોની છત્રછાયા નીચે ચાલી રહી છે તે પણ ગંભીર અને વિચારવા જેવી બાબત છે તેમજ ડ્રાઈવરોનું અવાર નવાર કસોટી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સિટી બસના કોન્ટ્રાકટરની ધરપકડ કરવા બાર કાઉન્સિલની માગણી
રાજકોટ શહે2માં કાર્યવાહી નહી થાય તો હાઇકોર્ટ સુધી જવાની ચિમકી મનપાના સીટી બસના ડ્રાઈવર દ્વારા હીટ એન્ડ રનની ઘટનામાં નિર્દોષ ચાર લોકોના મૃત્યુ નિપજાવનાર અનેકને ગંભીર ઈજા પહોંચાડનાર ડ્રાઈવર શિશુપાલસીહ રાણા પાસે ડ્રાઈવીંગ લાયસન્સ એકસપાયર થયેલનુ ખુલેલ હોય. આ સીટી બસના કંપનીના માલીકે લાયસન્સ ન હોવા છતા ડ્રાઈવર તરીકે રાખી બેદરકારી કરેલ હોય. લાયસન્સ વગરનાને નોકરી પર રાખી ચાર નિર્દોષના મોત નીપજાવનાર આ બસના કંપનીના માલીકની ગુન્હામાં ઘરપકડ કરવી જરૂૂરી છે. પોલીસ સગીર સ્કુટર ચલાવતા હોય તેના વાલીની સામે કાર્યવાહી કરતા હોય, આર.ટી.ઓ.કચેરી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતી હોય, આ કંપનીના માલીક સામે બેદરકારીથી ડ્રાઈવરને બસ ચલાવા આપવાનો સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળનો ગુન્હો નોંધવા અમારી રજુઆત છે ડી.સી.પી. જગદીશ બાંગરવાના ખુલાસામાં સ્પષ્ટ આવેલ છે. પોલીસ ગુન્હાહિત વ્યકિતઓ કંપનીના માલિક સહિતના સામે કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તેમ યુવા ધારાશાસ્ત્રી દીલીપ પટેલ જણાવે છે.
સિટી બસનું સંચાલન આરએમસી હસ્તક લઈ સ્પીડ બ્રેકરના નિયમ બનાવો: આપ
આર.એમ.સી. સંચાલીત રાજપથ ટ્રાન્સપોર્ટ (સીટી બસ સેવા) તથા બી.આર.ટી.એસ. નું સંચાલન રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આ સીટી બસ ને લગતી કામગીરીના કોન્ટ્રાકટ આધારીત કામગીરીમાં વારંવાર સંચાલન અને નિભાવણી બાબત વિવાદાસ્પત ભરેલી છે. ડ્રાઈવર દ્વારા બેફીકરાઈથી બસ ચલાવી ચાલુ ડ્રાઈવિંગમાં મોબાઈલમાં વાતો કરવી, વિડીયો જોવા જેવી તેમજ કેફી દ્રવ્યોનું સેવન કરીને બેફામ ડ્રાઈવિંગના ઘણા કિસ્સાઓ મિડીયા દ્વારા સામે આવેલ છે. ઈન્દીરા સર્કલ પાસે રાજપથ સીટીબસના અકસ્માત દ્વારા ચાર વ્યકિતઓનો ભોગ લીધેલ હોય આ ઘટનાને ધ્યાને લઈને આ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરીને કોન્ટ્રાકટ રદ કરવા અને સીટી બસનું સંચાલન આર.એમ.સી. હસ્તકગત કરવા આ આદમી પાર્ટીનીમાંગણી છે.
વિશેષમાં જણાવવાનું કે, શહેરમાં નિયમોનુંસાર સ્પીડ બ્રેકર અને રોડ માર્કીંગ તથા રોડ એન્જીનિયરીંગ ઉપર પુરતુ ધ્યાન આપવામાં આવે તો અકસ્માત ઘટી શકે જે ટી.પી.ના રોડ ઉપર સીટી બસ ચાલ છે તે ટી.પી. ના રોડ ઉપર માર્કીંગ પટટા ફરજીયાત બનાવવામાં આવે જેથી રોડ માર્કીંગના પટટામાં કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ થાય નહી. તેમજ સીટી બસ સ્ટોપના નડતરરૂૂપ સ્ટેન્ડ હટાવવામાં આવે અને સીટી બસ સ્ટોપ માટે ના બોકસ માર્કીંગ કરવાથી સીટી બસનું સ્ટોપેજ વ્યવસ્થિત થઈ શકે. આમ કરવાથી સીટી બસનું સંચાલન સુચારુ થઈ શકે તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.