For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોગસ ડિગ્રીના આધારે કરેલા LLB કોર્સને માન્યતા આપવા ઇનકાર

04:15 PM Aug 14, 2024 IST | Bhumika
બોગસ ડિગ્રીના આધારે કરેલા llb કોર્સને માન્યતા આપવા ઇનકાર
Advertisement

રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીમાંથી બીએની ખોટી ડિગ્રી બનાવીને સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં LLBનો કોર્સ કરનારા વિદ્યાર્થીને કોઇ પણ રાહત આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ટકોર કરી હતી કે, યુનિવર્સિટીનું ખોટું સર્ટિફિકેટ બનાવીને અરજદારે LLB કર્યું હોય ત્યારે તેને કોઇ પણ પ્રકારની માન્યતા આપી શકાય નહીં. હાઇકોર્ટની ખંડપીઠે અરજદાર વિદ્યાર્થીની સીંગલ જજના ચુકાદાને પડકારતી અપીલ રદબાતલ કરતાં ઉક્ત અવલોકન કર્યું હતું.

હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, અરજદાર દ્વારા સીંગલ જજના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેમાં એવી દલીલ કરી હતી કે સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેના એલએલબીના પરિણામને રદ કરતો જે આદેશ કર્યો છે, એ કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિરોધી છે. તેનું પરિણામ રદ કરતાં પહેલાં તેને રજૂઆત કરવાની કોઇ પણ તક આપવામાં આવી નહોતી. જોકે આ રજૂઆત ટકી શકે એમ છે નહીં. કેમ કે સીંગલ જજે આ મામલે પુરતી સ્પષ્ટતા કરેલી છે. અરજદારે એલએલબીના કોર્સમાં રાજસ્થાનની એક યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રીના આધારે પ્રવેશ લીધો હતો. આ ડિગ્રીનું મૂલ્યાંકન કરતાં સામે આવ્યું હતું કે વિદ્યાર્થી જે તે યુનિવર્સિટીનો વિદ્યાર્થી ક્યારેય હતો જ નહીં અને ડિગ્રી જેન્યુઇન હતી જ નહીં. બાર કાઉન્સિલને તેની જાણ થતાં સાઉથ ગુજ. યુનિવર્સિટીને તેની માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીનું પરિણામ રદ કરવામાં આવ્યું હતું. ઉકત અવલોકન સાથે હાઇકોર્ટે અપીલ રદ કરી હતી.

Advertisement

અરજદાર વિદ્યાર્થી તરફથી દલીલ કરવામાં આવી હતી કે અરજદાર વિદ્યાર્થી દ્વારા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીના કોર્સમાં પ્રવેશ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી અને પ્રવેશ લીધા બાદ એલએલબીનો કોર્સ પૂર્ણ કર્યો હતો અને સફળ રહ્યો હતો. જ્યારે સનદ લેવા ગયો ત્યારે શ્રીધર યુનિ.નું સર્ટિફિકેટ શંકાસ્પદ જણાતાં સાઉથ ગુજ. યુનિવર્સિટી દ્વારા તેના પરિણામો રદ કરી દેવાયા હતા. આ મામલે ફરિયાદ પણ નોંધાઇ હતી અને અરજદારે આગોતરા જામીન મેળવ્યા હતા. ફોજદારી કેસ પેન્ડિંગ છે. જોકે એલએલબીનો કોર્સ એણે પૂર્ણ કર્યો હતો પરંતુ સિન્ડિકેટ દ્વારા કોઇ પણ પ્રકારની તપાસ કર્યા વિના કે રજૂઆતની તક આપ્યા સિવાય વિદ્યાર્થીને અયોગ્ય ઠરાવ્યો હતો.

કોર્ટે ટકોર કરી હતી કે, તમે ફ્રોડ કર્યો છે અને સ્નાતકની ડિગ્રી ચેડાં કરીને બનાવી હતી. એલએલબી એના આધારે કર્યું હતું તો તમે એવું કહો છો કો ખોટું કે ગેરરીતિ કરીને તમે સ્નાતકની ડિગ્રી મેળવી અને એ ડિગ્રીના આધારે તમે જે એલએલબીનો કોર્સ કર્યો એનો યોગ્ય ઠરાવવામાં આવે? જો તમને યુનિવર્સિટીથી વાંધો હોય તો તમે એની સામે દાવો કરી શકો. પરંતુ ખોટી ડિગ્રીના આધારે તમે કરેલા એલએલબીના કોર્સને માન્યતા ન આપી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement