ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

11:53 AM May 06, 2025 IST | Bhumika
Advertisement

અમિત ખુંટ આપઘાત મામલે માહોલ ગરમ થતાં પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી ગયા

Advertisement

અનિરુદ્ધસિંહ સહિતનાને પકડવા પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવાઈ

રીબડાના અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર સહિતનાની ધરપકડ ન થાય ત્યા ંસુધી મૃતકના પરિવારજનો અને પાટીદાર સમાજે મૃતદેહ સંભાળવાનો ઈનકાર કરી દેતા ભારે ચર્ચા જાગી છે. આ મામલે માહોલ ગરમાતા પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં.

બીજી બાજુ આપઘાત કરનાર અમીત દામજીભાઇ ખુંટ ને આપઘાત કરવા મજબુર કરવા અંગે અમીત નાં મોટાભાઇ દ્વારા અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત રાજકોટ ની બે યુવતીઓ પર તાલુકા પોલીસ માં ફરિયાદ કર્યા બાદ રાજકોટ ફોરેન્સિક પીએમ સમયે અમીત ખુંટ નાં પરીવાર દ્વારા જ્યાં સુધી અનિરુદ્ધસિંહ સહિત આરોપીઓ જડપાઇ નાં જાય ત્યાં સુધી અમીત નાં મૃતદેહ ને નહી સ્વિકારવા ની જીદ પકડતા મડાગાંઠ સરજાઈ હતી.પોલીસ અધિકારીઓ એ પરિવાર ને સમજાવવા કોશીશ કરી પણ પોતાની માંગ મુદે પરિવાર અડગ રહેતા ગત મોડી સાંજે મૃતદેહ ફ્રીઝકોલ્ડ રુમમાં રખાયોછે.
ગત વહેલી સવારે રીબડાનાં અમીત દામજીભાઇ ખુંટ ઉ.32 એ લોધીકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુમાં વોંકળા માં આવેલા ઝાડની ડાળીએ દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા સનસનાટી મચી જવા પામી હતી.

આપઘાત કરનાર અમીત ખુંટ સામે ગત શનિવારે રાજકોટ પએ ડીવીઝન પોલીસ માં સગીરા પર દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ થઈ હોય પોલીસ અમીત ને શોધી રહી હતી. ફરિયાદ નાં બીજા જ દિવસે અમીતે ઝાડની ડાળીએ લટકી જીંદગી ટુંકાવી હતી.
બનાવ અંગે અમીત નાં મોટાભાઇ મનીષભાઈ ને જાણ થતા વાડીએ દોડી જઇ પોલીસ ને જાણ કરાતા તાલુકા પોલીસ નાં ઈન્ચાર્જ પીઆઇ.એ.સી.ડામોર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બાદમાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ મૃતક અમીત નાં પરીવારે ફોરેન્સિક પીએમ ની માંગ કરતા મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.

મૃતક અમીત નાં ખિસ્સા માંથી ચાર પાનાની સુસાઇડનોટ મળી આવી હતી.જેમાં ખોટી રીતે દુષ્કર્મ નાં કેસમાં ફસાવી બદનામ કરી મરવા મજબુર કરવા અંગે રીબડા નાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત રાજકોટ ની રીધ્ધી પટેલ અને પુજા ગોર નાં નામ નો ઉલ્લેખ કર્યો છે.

દરમિયાન અમીત નાં મોટાભાઇ મનીષભાઈ દામજીભાઇ ખુંટે તાલુકા પોલીસ માં પોતાનાં નાનાભાઇ અમીત ને મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ તેના પુત્ર રાજદિપસિંહ, રિધ્ધી પટેલ, પુજા ગોર તથા તપાસ માં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ કરતા પોલીસે ઇક્ષત કલમ 108, 61(2) 54 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.

ફરિયાદી મનીષભાઈ એ ફરિયાદ માં જણાવ્યું કે ગત વિધાનસભાની ચુંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયેલો હોય તે બાબતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો.જે અંગે અમીતે બન્ને સામે તાલુકા પોલીસ માં ફરિયાદ કરી હતી.વધુમાં અનિરુદ્ધસિંહ ને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસ માં સજા માફી થયેલી હોય જેથી સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગ માં અરજી કરી હતી.જેથી તે વાત નો ખાર રાખી અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહે મળીને પૈસા આપીને રીધ્ધી પટેલ, મીડીયા માં બોલેછે તે પુજા ગોરે અમીત ને ફસાવવા અગાઉ થી કાવત્રુ કરી હનીટ્રેપ માં ફસાવી બળાત્કાર નો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી મરી જવા મજબુર કરતા અમીતે વાડીએ જઇ પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધેલ છે.જેથી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ, પુજા ગોર સહિત સામે ધોરણસર કાર્યવાહીકરવા જણાવ્યુ હતુ.
અમીત ખુંટ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં ટેકેદાર હતા.રીબડામાં ગત વિધાનસભાની ચુંટણીમાં ગીતાબા જાડેજાનાં સમર્થન માં તેમણે કામ કર્યુ હતુ.

અમીતે વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ થતા જયરાજસિહ જાડેજા રીબડા દોડી ગયા હતા.

અમીત નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે ગણેશ જાડેજા અને તેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ લઇ જવાયો ત્યારે ગણેશ જાડેજા પણ રાજકોટ પંહોચ્યા હતા. પોલીસ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, રીધ્ધી પટેલ તથા પુજા ગોરને જડપી લેવા દોડધામ કરી રહી છે.

Tags :
Aniruddha Singhgujaratgujarat newsrajkotrajkot newsRibada Amit Khunt suicide case
Advertisement
Next Article
Advertisement