બર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખાની લાલ આંખ: રેંકડી - પથારાવાળાઓમાં દોડધામ મચી
12:25 PM Jul 10, 2024 IST | admin
જાહેર રોડ પરના દબાણો ખુલ્લા કરાવી 22 જેટલા પથારાવાળાઓનો માલ સામાન જપ્ત કરી લેવાયા
Advertisement
જામનગરમાં દરબારગઢ થી માનવતા વર્ષ સુધીના માર્ગ પર અસંખ્ય રેકડી- પથરાવાળાઓ અડિંગો જમાવીને પડ્યા રહે છે, જેના કારણે સીટી બસ વગેરે નીકળવામાં ભારે તકલીફ થતી હોવાથી કમિશનર દ્વારા આજે ફરીથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઇ હતી. જેથી પથારાવાળાઓ માં ભારે નાશ ભાગ મચી ગઈ હતી.
દરબારગઢ સર્કલથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીમાં રોડની બંને તરફ પડ્યા પાથર્યા રહેતા પથારાવાળાઓને ખસેડવામાં આવ્યા હતા. એસ્ટેટ શાખાની ટુકડીએ કુલ 22 જેટલા રેકડી પથારા વાળાઓનો માલ સામાન જપ્ત કરી લીધો હતો, અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.
આ કાર્યવાહીથી દરબારગઢ સર્કલ થી માંડવી ટાવર સુધીનો રસ્તો ખુલ્લો જોવા મળ્યો હતો, અને સિટી બસ પણ આરામથી પસાર થઈ શકી હતી.
Advertisement
Advertisement