રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજથી ત્રણ દિવસ રાજકોટ સહિત અડધો ડઝન જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

05:06 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં મેઘરાજા ચારે બાજુ મન મુકીને વરસ્યા છે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ધરતીપુત્રોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

ત્યારે આગામી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

18 જુલાઈના રોજ રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર અને રાજકોટમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે 19 જુલાઈના રોજ ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrajkotrajkot newsred alert
Advertisement
Next Article
Advertisement