મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા રૂા. 27.92 લાખની રિકવરી
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 9-મિલક્તોને સીલ મારેલ તથા 11-મિલકતોને સીલની કાર્યવાહી કરતા અને 1-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ 2-યુનિટને નોટીસ આપેલ છે. આજે રૂા.27.92 લાખની વસુલાત કરવામાં આવી હતી.
વોર્ડ નં-5માં રણછોડ નગર માં 1-યુનિટની નોટીસ સામે રૂૂ.31,309 શ્રી પટેલ પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે રૂ.1.82 લાખ વોર્ડ નં-7માં ઘી કાન્તા રોડ પર આવેલ 2-યુનિટને સીલ મારેલ, યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે, રૂ.73,000, સોનીબજારમાં આવેલ ‘કલકતા ચેમ્બર્સ ‘થર્ડ ફ્લોર શોપ નં-301, ‘શ્રી રઘુવીર ટાવર્સ’માં 1-યુનિટ, ‘કલકતા ચેમ્બર્સ ‘સેક્ધડ ફ્લોર શોપ નં-201 ને સીલ મારેલ, મંગલમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-4 ને બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતાં રૂા.2.10 લાખની કરાઈ હતી.
વોર્ડ નં-15માં
શ્રી હરી ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટના બાકી માગના સામે રૂ.77,500 ચેક આપેલ અને શ્રી હરી ઓદ્યોગીક વિસ્તારમાં 1-યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતાં રૂૂ.50,000ની રિકવરી કરવામાં આવી હતી.
--