અષાઢી બીજના દિવસે 566 વાહનોનું વિક્રમજનક વેચાણ
સૌથી વધુ 455 ટુ વ્હીલર, 55 ફોરવ્હીલ, 63 થ્રી વ્હીલ અને 3 હેવી વ્હીકલનું વેચાણ એક જ દિવસમાં થયું
અષાઢી બીજના શુભ દિવસે નવા વાહનો છોડાવવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે. શુભ મુહુર્તમાં વાહન લેવા માટે ખરીદદારો અગાઉથી બુકિંગ કરાવી લેતા હોય છે અને અષાઢી બીજના દિવસે જ ડિલેવરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. આથી આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે રેકર્ડબ્રેક 566 નવા વાહનોનું વેચાણ થયું છે. જેના કારણે મહાનગરપાલિકાને ટેક્સ પેટે 21.46 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષ કરતા વધુ હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં શુભ દિવસોમાં નવા વાહનોની ખરીદી વધુ થતી હોય છે. જેમાં અષાઢી બીજ અને લાભ પાંચમના દિવસે સૌથી વધુ વાહનોનું વેચાણ થતું હોય છે. ગત વર્ષે અષાઢી બીજના દિવસે થયેલા વાહનો વેચાણમાં આ વખતે વધારો જોવા મળ્યો છે. આ વર્ષે અષાઢી બીજ પહેલા નવાવાહનોની ખરીદી કરવા માટે લોકોએ શોરૂમોમાંલાઈનો લગાવી હતી અને તમામ લોકોએ અષાઢી બીજે વાહનની ડીલીવરી મળે તેવો આગ્રહ રાખ્યો હતો. આથી અષાઢીબીજે શોરૂમ પણ સવારે વહેલા ખુલી ગયા હતા અને વાહનો છોડાવવા માટે ખરીદદારોની લાઈનોલાગી હતી. જેમાં પ્રથમ ટુ વ્હીલ અને થ્રીવ્હીલ અને ફોર વ્હીલ તથા હેવી વ્હીકલની ખરીદી અનેક લોકોએ કરી હતી.
મહાનગરપાલિકા દ્વારા વાહન વેચાણ પેટે ટેક્સ વસુલવામાં આવે છે. અષાઢી બીજના એક જ દિવસે વાહનોનું વેચાણ થયુંં છે. જે મુજબ 455 ટુ વ્હીલર, 55 ફોરવ્હીલ, 63 થ્રીવ્હીલ અને ત્રણ હેવી વ્હીકલનું વેચાણ સહિત 566 વાહનોની એક જ દિવસમાં લોકોએ ખરીદી કરતા મહાનગરપાલિકાને વાહન વેરા પેટે રૂપિયા 21,46,351ની આવક થઈ હતી. વેચાણ થયેલ વાહનોમાં ટુ વ્હીલર 445 જ્યારે થ્રી વ્હીલરમાં તમામ 63 સીએનજી રિક્ષાનું વેચાણ થયું છે. ફોર વ્હીલમાં 59 સીએનજી પાંચ ડિઝલ સંચાલીત ફોરવ્હીલ તેમજ 25 ટેક્સી ફોરવ્હીલમાં પેટ્રોલ અને સીએનજી વાહનોનું વેચાણ થયું છે. જ્યારે ડીઝલ સંચાલીત હેવી વાહન ત્રણનું વેચાણ થયું છે.
મહાનગરપાલિકાના વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ વાહનની મુળ કિંમતના આધારે મનપા દ્વારા નિયત કરેલ ટકાવારી મુજબ વેરો વસુલવામાં આવતો હોય છે જેમાં ચાલુ વર્ષે વાહન વેરામાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ટુ વ્હીલરને બાદ કરતા લક્ઝરિયસ કાર પેટે મનપાને દર વર્ષે કરોડો રૂપિયાનો વેરો મળી રહ્યો છે. આ વખતે પણ અનેક લક્ઝરીયસ કારનું વેચાણ રાજકોટ શહેરમાં થયું છે. જ્યારે કોમર્શીયલ વાહનોનું વેચાણ આ વર્ષે ઓછું જોવા મળ્યું છે.