For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં રેકોર્ડબ્રેક 67 હજાર એડમિશન

05:00 PM Sep 04, 2024 IST | Bhumika
ગુજરાત યુનિવર્સિટીમાં રેકોર્ડબ્રેક 67 હજાર એડમિશન
Advertisement

ધો.12 સાયન્સ-કોમર્સના ઊંચા પરિણામની અસર, જીકાસ પોર્ટલથી માત્ર 32 ટકા જ પ્રવેશ

ગુજરાત યુનિવર્સિટીને આ વર્ષે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના ઊંચા પરિણામ અને પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને લીધે એડમિશનમાં ફાયદો પણ થયો છે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે UG અને PGમાં કુલ મળીને 67,000થી વધુ પ્રવેશ થયા છે. પ્રથમ વખત ગુજરાત યુનિમાં નવા પ્રવેશનો આંકડો આટલો પહોંચ્યો છે. જો કે જીકાસ પોર્ટલથી માત્ર 32 ટકા જ ઓનલાઈન એડમિશન થયા હતા જ્યારે બાકીના 68 ટકા પ્રવેશ ઓનલાઇન થયા છે.

Advertisement

ઓનલાઈન કોમન એડમિશન પોર્ટલ એવા જીકાસ દ્વારા આ વર્ષે સરકારી યુનિ.ઓમાં યુજી અને પીજીના પ્રવેશની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી. જો કે શરૂૂઆતથી જ આ પોર્ટલને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને સરકારી યુનિ.માં ઓછા પ્રવેશ થતા અને ખાનગી યુનિ.ઓમાં વિદ્યાર્થીઓ જતા રહેતા અંતે બે રાઉન્ડ બાદ જીકાસ પોર્ટલમાં માત્ર રજિસ્ટ્રેશન કરાવી ઓફલાઈન પ્રવેશ ફાળવવાની મંજૂરી આપી દેવાઈ હતી. પહેલા બે રાઉન્ડમાં જીકાસ પોર્ટલથી પ્રવેશની ફાળવણી કરવામા આવી હતી. યુજીમાં 17,811 અને પીજીમાં 2011 સહિત 19,888 પ્રવેશ થયા હતા. યુજીમાં BA, BCOM, BBA, BCA,ઈન્ટિગ્રેટેડ કોર્સ અને ઈન્ટિગ્રેટેડ લો તેમજ ઇજઈ સહિતના કોર્સમાં 10 ટકા ઊઠજ સાથે ગુજરાત યુનિ.માં કુલ 65,797 બેઠકો હતી. જ્યારે પીજીમાં „ MA, MCOM., MSC, LLM, Bead, Mead તથા MLW અને જર્નાલિઝમ સહિતના અન્ય કોર્સમાં કુલ મળીને 21,624 બેઠકો હતી.

ગુજરાત યુનિ.દ્વારા 31મી ઓગસ્ટે યુજી-પીજી સાથે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. બે રાઉન્ડ બાદ થયેલા ઓફલાઈન પ્રવેશમાં જ સૌથી વધુ પ્રવેશ થયા છે. ગુજરાત યુનિ.ના એડમિશન કોઓર્ડિનેટરે જણાવ્યુ હતું કે પ્રવેશ પ્રક્રિયાના અંતે યુજીમાં 50,094 અને પીજીમાં 15,903 બેઠકોમાં પ્રવેશ ક્ધફર્મ થયો છે. જ્યારે 1256 વિદ્યાર્થીઓના કોલેજમાંથી ડેટા આવવાના પેન્ડિંગ છે. આમ આ વર્ષે પ્રથમવાર યુજી- પીજીમાં કુલ મળીને 67,253 વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે. ગુજરાત યુનિ.ના વિવિધ વિભાગો અને કોલેજોમાં ઓફલાઈન ધોરણે-સ્પોટ એડમિશન દ્વારા થયેલ પ્રવેશ 68 ટકા જેટલા છે અને જીકાસ પોર્ટલમાં માત્ર 31 ટકા જ પ્રવેશ થયા હતા. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું ઊંચું પરિણામ આવતા અને ધોરણ 12ની પુરક પરીક્ષામાં પણ વધુ પાસ થતા ગુજરાત યુનિ.ને ફાયદો થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement