રૂપાલાની ટિકિટ રદ કરે તો જ ભાજપ સાથે સમાધાન
- ક્ષત્રિય સમાજની 70 જેટલી સંસ્થાઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય અન્ય સમાજોને પણ લડતમાં જોડાશે
રૂપાલાના ‘માથા’થી વ્યકિતને સાફો અને તલવાર ભેટમાં નહીં આપવા પણ નિર્ણય લેવાયેલ છે.આ બેઠકમાં રૂપાલા સામેની લડત માટે રાજપુત કરણી સેનાના અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાને ક્ધવીનર બનાવવામાં આવ્યા છે. જયારે કાયદાકીય પ્રક્રિયા માટે અશોકસિંહ ઝાલાને જવાબદારી સોંપવામાં આવી છે. લડત કમીટી જાહેર કરે તે મુજબ ગુજરાતભરમાં પુતળા દહન સહીતના કાર્યક્રમો આપવામાં આવશે. રાજકોટમાં મહાસંમેલન પણ બોલાવવાની જાહેરાત કરાઇ છે. જો કે, તેની તારીખ હજુ નક્કી કરાઇ નથી.
વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂૂપાલાની ટિકીટ રદ થવી જોઈએ. રૂૂપાલા એકમાત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે અમારી ઈજ્જત પર વાર છે. સમાજ માફ નહીં કરે, અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હાલ રાજકોટ સીટ પૂરતી જ વાત છે. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર છે. માફ કરવામાં નહીં આવે. ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે.
ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂૂપાલાના પૂતળાંનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાધાન માન્ય નથી,સમાજ અને આગેવાનો જે કરશે તે મુદ્દો ઉઠાવી ટિકિટ રદ થાય તેવા પ્રયાસો કરીશું.પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂૂપાલાનો જ વિરોધ છે, તેમના વિરોધમાં મતદાન કરાશે. ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. રૂૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે.બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રીય સમાજ વિશે કરેલી ટીપણીનો રાજયભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જામનગર રાજપુત સમાજ ખાતે પણ ક્ષત્રીઓનું સંમેલન મળ્યું હતું જેમાં પરસોતમ રૂપાલા સામે ભારે વિરોધ દર્શાવી ભાજપના ઉમેદવાર પદેથી હટાવવા માંગણી કરી છે.
સમજાવવા આવતા ક્ષત્રિય આગેવાનોને પી.ટી.નો સ્પષ્ટ સંદેશ
રૂપાલાની ટિકિટ રદ કરવી એ જ મુદ્દો : ચાવડા
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ આજે અમદાવાદ ખાતે યોજાયેલ બેઠક બાદ રાજપૂત સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, જે આગેવાનો અમને સમજાવવા આવે છે તેમને સ્પષ્ટ સંદેશ છે કે આ આગેવાનો અમને નહીં પરંતુ સરકારને સમજાવે સમજાવવા આવતા આગેવાનોને મારે કહેવું છે કે, તમે ભાજપના આગેવાન હશો, પરંતુ શું તમે ક્ષત્રિય નથી? તમામ સંસ્થાના આગેવાનોને બોલાવીને કહે કે સમાધાન કરો તો જ સમાધાન થશે. ક્ષત્રિય સમાજના પ્રમુખ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂપાલાની ટીકીટ રદ કરવા અમારી ભાજપને વિનંતી છે. બેઠક માટે ભાજપ બોલાવશે તો બેઠક કરશું પણ અમારો મુદ્દો રૂપાલાની ઉમેદવારી રદ કરવાનો જ રહેશે.