રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અગ્નિકાંડ કેસમાં ફરી મુદત; 24મી સુધીમાં તમામ આરોપીને વકીલ રોકવા કોર્ટનો આદેશ

03:52 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઇ થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા, આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓ દ્વારા વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જામીન અરજી સંદર્ભે તારીખ 3 સપ્ટેમ્બરની હવામાનની પરિસ્થિતિમાં બે વકીલો પહોંચી શક્યા ન હતા, તેમજ તપાસનીશ પોલીસ દ્વારા ઇલેશ ખેરની થયેલી જામીન અરજી સંદર્ભ સોગંદનામુ કરવાનું બાકી હોવાથી સંયુક્ત રીતે સમય માંગવામાં આવ્યો હતો.

જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને આજે તા.10 મી સપ્ટેમ્બરના રાખવામાં આવેલી સુનાવણી મુજબ આજે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. અને આગામી તા.24ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી છે. જ્યારે જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જામીન અરજીમાં પણ આગામી 18 સપ્ટેમ્બરની મુદત પડી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્ય અજયસિંહ ચૌહાણ રોકાયા છે.

આટલા આરોપીને નથી મળ્યા વકીલ
ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, મહેશ અમૃતભાઈ રાઠોડ, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot TRP game zone fire
Advertisement
Next Article
Advertisement