ગુજરાતના 94 જોખમી બ્રિજની ફેર તપાસ, 34 પુલ બંધ કરવા આદેશ
ગુજરાતમાં વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. આ દુર્ઘટના બાદ ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરીને બ્રિજની ચકાસણી કરવા માટે સૂચના આપી છે. સરકારે રાજ્યના 94 બ્રિજની ફેર તપાસ માટે ડિઝાઈનર અને ક્ધસલ્ટન્ટને પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં સલામતિના ભાગરૃપે 36 જોખમી બ્રિજ બંધ કરાયા છે.
સરકારે જિલ્લા કલેક્ટરોને હયાત બ્રીજની ચકાસણી કરવા સૂચના આપી છે. જિલ્લા કક્ષાએ માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરી ચકાસણી કરવા આદેશ કર્યો છે. માર્ગ અને મકાન વિભાગે રાજ્યના 94 બ્રીજની ફેર તપાસ માટે ડિઝાઈનર અને ક્ધસલ્ટન્ટને સૂચના આપી છે. જોખમી બ્રીજની શ્રેણીમાં આવતા 94 બ્રીજની ફેર તપાસ માટે સૂચના અપાઈ છે.
ગંભીરા બ્રીજ દૂર્ઘટના પહેલા બંધ 13 બ્રીજની સાથે વધુ 23 જોખમી બ્રીજ બંધ કરાયા છે. હાલ સલામતીના ભાગરૃપે રાજ્યમાં 36 જોખમી બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. રાજ્યભરમાં હાલ 7280 બ્રિજ છે. જેમાં 1500થી વધુ મેજર અને 5 હજારથી વધુ માઈનર બ્રીજ છે. તમામ બ્રીજની તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારને વર્તમાન સ્થિતિ પર અવગત કરાશે.