રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શરીરસંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે ધમકી આપી યુવતી પર રાવળદેવે દુષ્કર્મ આચર્યુ

01:41 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના જસદણમાં હજુ ગઈકાલે જ સગીરા ઉપર કાકા-ભત્રીજાએ અનેક વખત દુષ્કર્મ આચરી સગર્ભા બનાવ્યા બાદ સગીરાની ડિલેવરી કરાવી ડોકટરે બાળક બારોબાર વેચી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટનાએ જસદણ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. જેમાં જસદણની યુવતીને તેના પરિવારના રાવળદેવે ‘માતાજી નડે છે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી અનેક વખત ધમકી આપી દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

આ ઘટના અંગેની જાણવા મળતી માહિતી મુજબ, જસદણમાં રહેતી યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં જ રહેતા અને પોતાના કુંટુબના રાવળદેવ રોહિત રણછોડભાઈ મોરીનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી રોહિત મોરી ફરિયાદી યુવતીના પરિવારના રાવળદેવ હોય જેના કારણે ફરિયાદી તેના સંપર્કમાં આવ્યા હતાં. ત્યારબાદ આરોપીએ મળવા બોલાવી ‘તને માતાજી નડે છે’ શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી અને ‘જો શરીર સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાય માન થશે’ તેવી ધમકી આપી તેમજ ફરિયાદી યુવતીના ભાઈને પણ મારી નાખવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું.

ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે આરોપી છેલ્લા આઠ માસથી યુવતીને અલગ અલગ સ્થળે બોલાવી તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. આ બનાવની યુવતીએ પરિવારજનોને જાણ કરતાં અંતે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Next Article
Advertisement